બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

તૈમુર-જૈહના જન્મ પહેલા કરીના કપૂરે આ જાણવાનો કર્યો હતો પ્રયત્ન, કર્યો આ મોટો ખુલાસો

કરીના કપૂર ખાન બે પુત્રોની માતા છે. કરીનાએ તેના પુસ્તક પ્રેગ્નન્સી બાઇબલમાં તૈમુર અને જેહ સાથે વિતાવેલો માતૃત્વનો અનુભવ જણાવ્યો છે. કરીનાનું આ પુસ્તક રીલીઝ થઈ ગઈ છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું છે કે, શું તેણે અને સૈફે ક્યારેય તેમના પુત્રોના જન્મ પહેલાં તેમના સેક્સને જાણવાનો પ્રયત્ન કર્યો હતો?

કરીનાએ લખ્યું કે - સૈફ અને હું સોનોગ્રાફી માટે જતી વખતે ખૂબ ઉત્સાહિત હતા. તમે આશ્ચર્ય પામો તે પહેલા, હું તમને જણાવી દઉં કે અમે ક્યારેય અમારા બાળકોના સેક્સને લઈને હેરાન રહ્યા નહોતા.

કરીનાએ તેના પુસ્તકમાં એમ પણ કહ્યું હતું કે તે હંમેશા ઈચ્છતી હતી કે તૈમુરને કોઈ ભાઈ કે બહેન મળે. એટલા માટે તેણે તૈમુરની વસ્તુઓને સાચવીનેે રાખી. જેથી બીજા બાળકના જન્મ બાદ તૈમુરની વસ્તુઓ તેના માટે ઉપયોગી બની શકે.

કરીનાએ કહ્યું- મેં ક્યારેય તૈમુરની વસ્તુઓ ફેંકી કે દૂર કરી નથી. મને ખબર હતી કે મારે બીજું બાળક જોઈએ છે. હું જાણતી હતી કે હું મારા બીજા બાળક માટે તૈમુરની વસ્તુઓનો ઉપયોગ કરીશ. પછી તે છોકરો હોય કે છોકરી..

કરીના કપૂર ખાને 2016 માં તૈમુરને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ 2021માં તેણે બીજા પુત્ર જેહને જન્મ આપ્યો. તૈમુર જન્મતાની સાથે જ સોશિયલ મીડિયામાં સ્ટાર બની ગયો હતો. જેથી કરીના જેહ વિશે ખૂબ જ સાવધ છે. તે નથી ઇચ્છતી કે જેહ મીડિયામાં વધુ પ્રસિદ્ધિ મેળવે.

તૈમુરનો જન્મ થતા જ તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જ્યારે અત્યાર સુધી જેહનો કોઈ ફોટો સામે આવ્યો નથી. કરીનાએ તેની ગર્ભાવસ્થા પુસ્તકમાં જેહની સહેજ ઝલક દર્શાવતા એક ફોટો શેર કર્યો છે.

કરીનાએ તેના પુસ્તકમાં જણાવ્યું હતું કે તેની પ્રથમ ગર્ભાવસ્થા ખૂબ જ સરળ હતી અને બીજી ગર્ભાવસ્થામાં ઘણી મુશ્કેલીઓ આવી. કોરોનાને કારણે પણ કરીના ઘરની બહાર નીકળતા ડરતી હતી. પ્રેગ્નન્સી દરમિયાન કરીનાએ આમિર ખાન સાથે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'નું શૂટિંગ કર્યું હતું.