બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સીતાફળ ખૂબ ફાયદાકારક, ગર્ભાવસ્થામાં સીતાફળના સેવનથી આ 8 ફાયદા છે

શું તમે ક્યારેય સીતાફળ ખાધા છે? તે એક ખૂબ ઓછું લોકપ્રિય ફળ છે, પરંતુ તેના ફાયદાઓ જબરદસ્ત છે. સીતાફળને અંગ્રેજીમાં Custard Apple કહેવામાં આવે છે. આ સીતાફળનું સેવન સામાન્ય લોકો માટે ફાયદાકારક છે, પરંતુ તે ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે ખૂબજ ફાયદાકારક છે. કારણ કસ્ટાર્ડ ઓપ્પલમાં પોષક તત્ત્વો અને ફાઇબર હોય છે. સાથે સીતાફળ મીઠા અને ક્રીમી પલ્પથી ભરેલું ફળ છે. આ ફળમાં ઘણા મહત્વપૂર્ણ વિટામિન, મિનરલ્સ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર શામેલ છે, જેના કારણે તે ગર્ભાવસ્થામાં તેનું સેવન કરવુ યોગ્ય છે. ચાલો તમને જણાવીએ કે સગર્ભાવસ્થામાં કસ્ટાર્ડ એપ્પલ ખાવાથી ફાયદા શું છે અને તેને ખાવા માટે શું સાવચેતી રાખવી જરૂરી છે.


•પ્રેગ્નન્સીમાં સીતાફળ ખાવાથી ઘણા બધા લાભ


લોહીની ઉણપને પરી કરે છે: સીતાફાળમાં આયર્નનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે, જેના કારણે તે શરીરમાં હિમોગ્લોબિન વધારે છે અને લોહીની ઉણપ પૂરી કરે છે.


મોર્નિંગ સિકનેસ: સીતાફળમાં વિટામિન B6 હોવાને કારણે ગર્ભવતી મહિલાઓ સવારના સમયેથી થતી મોર્નિંગ સિકનેસથી છૂટકારો મેળવી શકે છે.


બ્લડ પ્રેશર કંટ્રોલ: સીતાફાલમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ હોય છે, જેના કારણે તે બ્લડ પ્રેશર કંટ્રોલમાંટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. બ્લડ પ્રેશરમાં વધારો ગર્ભાવસ્થામાં સામાન્ય સમસ્યા હોવાથી, સીતાફળનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે.


કબજિયાત અને પેટની સમસ્યા: સીતાફળમાં ફાઇબરની માત્રા સારી હોય છે, તેથી તે કબજિયાતની સમસ્યાને મટાડે છે. તેના સેવનને કારણે મળ નરમ થાય છે.


તણાવ ઘટાડે છે: સગર્ભાવસ્થામાં તણાવ પણ એક મોટી સમસ્યા છે. કસ્ટાર્ડ ઓપ્પલમાં મેગ્નેશિયમ હોય છે, જેના કારણે તે તણાવ ઘટાડે છે.


શરીરને ડિટોક્સ કરે છે: સીતાફળમાં ઘણાં વિશેષ એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જેના કારણે તેના સેવનથી તમારું લોહી શુદ્ધ થાય છે, બોડી ડિટોક્સ અને કિડની સ્વસ્થ રહે છે.


ઈમ્યૂનિટી વધારે છે: વિટામિન Cથી ભરપુર હોવાને કારણે કસ્ટાર્ડ એપ્પલનું સેવનથી ઈમ્યૂનિટી પણ વધે છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.


પ્રી-મેચ્યોર ડિલિવરીનું જોખમ ઓછું રહે છે: મહિલાઓમાં પ્રી-મેચ્યોર ડિલિવરી અને ગર્ભપાતને અટકાવવા માટે ઘણા પોષક તત્વો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી એક કોપર છે. સીતાફળમાં કોપરની સારી માત્રા હોય છે.


•સીતાફળના સેવનની કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ છે?


સામાન્ય રીતે સીતાફળનું સેવન તમારા માટે દરેક રીતે ફાયદાકારક છે. તમારે તેના સેવનમાં થોડી સાવચેતી રાખવાની પણ જરૂર છે.

-હંમેશાં કસ્ટાર્ડ એપ્પલનાં બીજ નિકાળીને ખાવા જોઈએ. બીજ ખાવાથી પાચન સમસ્યાઓ થઈ શકે છે.

-સીતાફળની તાસીર ઠંડી હોય છે. તેથી તેનું મોટા પ્રમાણમાં સેવન ન કરો. દિવસમાં ફક્ત 2-3 ફળો જ ખાઓ.

-જે લોકોને પહેલાથી જ ડાયાબિટીઝની સમસ્યા છે અથવા જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીઝ થઈ છે, તેમણે તેનું સેવન ન કરવું જોઈએ કારણ કે સીતાફળમાં સુગર માત્રા વધારે હોય છે.

-જે લોકો મેદસ્વી છે તેમને મર્યાદિત માત્રામાં કસ્ટર્ડ ઓપ્પલ ખાવું જોઈએ કારણ કે તેમાં સારી માત્રામાં કેલરી હોય છે.

-વધારે કાચા સીતાફળનું સેવન કરવાથી તમને નુકસાન થઈ શકે છે, તેથી પાકેલા કસ્ટાર્ડ એપ્પલનું સેવન કરવું વધુ સારું છે.

-સગર્ભાવસ્થામાં, જો તમે કોઈપણ પ્રકારની દવા અથવા વિટામિન,મિનરલ્સની ગોળીઓ લઈ રહ્યા છો, તો તમારે કસ્ટાર્ડ એપ્પલ ખાતા પહેલા ચોક્કસપણે તમારા ડોક્ટરની સલાહ લીવી જોઈએ.