બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કોરોના મહામારીમાં આ રીતે હેન્ડવોશ કરવાથી થશે ફાયદા

કોરોના મહામારીમાં સાબુ કે સેનેટાઇઝરથી હાથ ધોવા પર ખૂબ જ ભાર મુકવામાં આવે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે દર વર્ષે ૧૫ ઓકટોબરના રોજ હેન્ડવોશિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. હાથ ધોવાની એક ક્રિયા માટે દિવસ ઉજવાય એ હેન્ડ વોશિંગનું મહત્વ દર્શાવે છે. એક માહિતી મુજબ જો વારંવાર હાથ ધોવાની ટેવ હોયતો માત્ર કોરોના જ નહી ૯૦ ટકા જેટલી ચેપી બીમારીઓથી બચી શકાય છે. જો કે એના માટે હાથ ધોવાનો સાચી રીત પણ આવડવી જરુરી છે. હાથ ધોવાએ સભ્યતાની નિશાની છે. જયારે  ગંદા હાથ કુટેવ અને કુસંસ્કાર છે. આથી જ તો એવું કહેવામાં આવે છે કે જો જીવનથી હાથ ધોવા ન હોયતો હાથ ધોતા રહેવું આવશ્યક છે. આથી હેન્ડવોશ ડે નો ઇતિહાસ અને હાથ ધોવાની સારી રીત અંગે માહિતી હોવી જરુરી છે. 

યુએન, યુનિસેફ અને ડબ્લ્યુએચઓ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાર્ટનરશીપ કરે છે.  ગ્લોબલ હેન્ડવોશિંગ ડે લોકોને બીમારીઓથી બચાવવા માટે વર્ષોથી ઉજવાય છે પરંતુ કોરોનાકાળમાં તેનું મહત્વ ખૂબજ વધી જાય છે. વર્ષ ૨૦૦૮માં સૌ પ્રથમવાર ગ્લોબલ હેન્ડવોશિંગ ડે ઉજવવામાં આવ્યો હતો. એ સમયે વિશ્વના ૭૦ દેશોના ૧.૨૦ કરોડ બાળકોએ એક સાથે હાથ ધોવાનો રેકોર્ડ બતાવ્યો હતો. ત્યાર પછી છેલ્લા ૧૨ વર્ષથી ૧૫ ઓકટોબરના રોજ જુદી જુદી થીમ પર આધારિત હાથ ધૂવો દિવસ ઉજવાય છે. ૨૦૨૦માં હેન્ડ હાઇજીન ફોર ઓલ થિમ પર ઉજવાઇ રહયો છે. કોવિડ-૧૯ થી ઝઝુમી રહેલા માનવીઓને હાથ ધોવાનું મહત્વ ભાગ્યે જ સમજાવવાની જરુર છે પરંતુ હાથ ધોવાની યોગ્ય રીત પણ હોવી જરુરી છે. 

કેટલાક માત્ર હાથ અને આંગળા ધોવા પર જ ભાર મુકે છે હકિકતમાં સમગ્ર હાથ,કાંડુ અને એલબો સુધીના હાથના પગને સ્વચ્છ પાણી અને સાબુથી ધોવા જરુરી છે. પહેલા હાથને પાણીથી ભીના કરીને પછી સાબુ લગાડવો જરુરી છે. ત્યાર પછી સાબુ અને પાણીના મિશ્રણ સાથે કમસેકમ ૨૦ મીનિટ સુધી મસળવા જરુરી છે. માત્ર સાબુ લગાવવાથી જ હાથ સાફ થઇ જતા નથી. સ્વચ્છ પાણીથી હાથ ધોયા પછી હાથ સાફ કરવા માટે પણ સ્વચ્છ કપડાનો ઉપયોગ કરવો જોઇએ. ડોકટર્સનું માનવું છે કે દિવસમાં ઓછામાં ઓછા ૫ થી ૧૦ વાર હાથ ધોતા રહેવું જરુરી છે કારણ કે કિટાણુઓ સતત આસપાસ જ રહેતા હોય છે. જરુર પડે તો કોઇ મર્યાદા નથી પરંતુ ૧ કલાકમાં ૧ વાર તો હાથ ધોવા જ જોઇએ. કોલ્ડ,ફલુ અને હવે કોરોના વાયરસથી થતી કોવિડ-૧૯ બીમારીમાં હેન્ડવોશિંગ અત્યંત જરુરી છે.