કોરોના સામે 101 દિવસ લડત આપનાર ભરતસિંહ સોલંકીએ લોકોને શું આપી સલાહ..
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા આજે સવારે 10.30 વાગ્યે હોસ્પિટલમાંથી આપવામાં આવી રજા
- 101 દિવસ હોસ્પિટલમાં રહી લીધી સારવાર અને મળ્યું નવજીવન
- કોરોના થતા 101માં 51 દિવસ વેન્ટિલેટર પર રહ્યા હતા
કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીને આજે 101 દિવસની સારવાર બાદ સિમ્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ
એશિયામાં સૌથી વધુ સમય સુધી કોરોના સારવારમાં રહ્યા. તેઓને 51 દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા.
કોરોના સામે 101 દિવસ લડત આપી સ્વસ્થ થયેલા ભરતસિંહ સોલંકીએ લોકોને આપી સલાહ
મારી પ્રાર્થના છે જે માસ્ક નથી પહેરતા એમને કે ઑવરકોન્ફિડન્સમાં ના રહો. મને એમ હતું કે મારી રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી છે મને શું થાય પણ વાયરસ ખૂબ ગંભીર છે જેને મને અંદરથી તોડી નાખ્યો. તમામને વિનંતી છે કે માસ્ક પહેરો અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવો 🙏🏻.
मुझे आप सभी को यह बताते हुए बहुत प्रसन्नता हो रही है कि आप सभी के प्रेम, आशीर्वाद और शुभकामनाओं के बल पर मैं कोरोना से ठीक होकर आज १०१ दिन के बाद घर जा रहा हूँ। CIMS टीम और सारे शुभेच्छको को दिल से धन्यवाद। pic.twitter.com/8gwYYBfEer
— Bharat Solanki (@BharatSolankee) October 1, 2020
આ સાથે જ ભરતસિંહ સોલંકીએ ટ્વીટ કરી તમામ શુભ ચિંતકો અને હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો.