બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

ભરૂચના જૈમિન પટેલે નોકરી છોડી ખેતી શરૂ કરી, વર્ષે 10 લાખ કમાય..

ગુજરાતના ભરૂચ જિલ્લાના કવિથા ગામમાં રહેનાર જૈમિન પટેલે કમ્પ્યુટર સાયન્સમાંથી એન્જિનિયરિંગ કર્યું છે. લગભગ 7 વર્ષ સુધી એક કંપનીમાં કામ કર્યું, સિનિયર મેનેજર રહ્યા હતા. સારીએવી સેલેરી હતી, સુખી ઘરમાંથી આવતા હતા, માતા-પિતા બંને સરકારી ડોક્ટર હતાં. બધી વસ્તુ યોગ્ય રીતે ચાલી રહી હતી. જોકે તેમ છતાં પણ જૈમિન બધું છોડીને ખેડૂત બની ગયો, એક સિલિબ્રિટી ખેડૂત જેને ઘણાં રાજ્યોના ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે. આજે તેઓ તેના ખેતરમાં એક ડઝનથી વધુ ફળ અને શાકભાજીઓ ઓર્ગેનિક રીતે ઉગાડી રહ્યા છે. 4-5 રાજ્યમાં તેમના કસ્ટમર્સ છે, તેઓ 8-10 લાખ રૂપિયા દર વર્ષે કમાય છે.


36 વર્ષના જૈમિન જણાવે છે, ખેતી સાથે મારે પહેલેથી કોઈ લગાવ ન હતો. ખેતી માટે જમીન પણ ન હોવા બરાબર હતી, જે કઈ ખેતર હતા એ વિશે પણ મને કોઈ યોગ્ય માહિતી ન હતી. માત્ર તહેવારના પ્રસંગે જ ગામડે જવાનું થતું હતું.


તેઓ કહે છે, 2011ની વાત છે. મારો એક દોસ્ત પોલીહાઉસ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. તેની એવી ઈચ્છા હતી કે હું પણ તેની સાથે કામ કરું, પરંતુ શરૂઆતમાં મને આ કામમાં કોઈ રસ ન હતો. હું નોકરી છોડવા માગતો ન હતો. પછી તેણે વધુ આગ્રહ કરતાં હું તેની સાથે પોલીહાઉસ જોવા માટે ગયો. મને તેનો આઈડિયા યોગ્ય લાગ્યો. એ પછી હું નોકરીની સાથે-સાથે 7-8 મહિના સુધી ઘણાં રાજ્યોમાં ફરતો રહ્યો. હું પોલીહાઉસ અને ખેતી વિશે માહિતી એકત્રિત કરતો રહ્યો.


જૈમિન જણાવે છે, 2012ની શરૂઆતમાં ખેતી માટે હું માનસિક રીતે તૈયાર થઈ ગયો, જોકે મારો દોસ્ત પાછળ ખસી ગયો, કારણ કે હું રિસર્ચ કરી ચૂક્યો હતો અને ખેતીની ટેક્નિક્સ શીખી ચૂક્યો હતો. તેથી હું પાછળ હટવા માગતો ન હતો. મેં મારાં માતા-પિતાને પોતાના નિર્ણય વિશે જણાવ્યું, તેમણે મારા નિર્ણયનું સ્વાગત કર્યું અને મને હિંમત આપી.


મારી પાસે પહેલાં થોડી જમીન હતી અને પછી મેં થોડી જમીન ખરીદીને ખેતી શરૂ કરી. પહેલી વખત મેં સીડલેસ ખીરા અને કલર કેપ્સિકમની ખેતી કરી. સારું ઉત્પાદન થયું તો ગામમાં જે લોકલ માર્કેટ હતું ત્યાં મોટી મોટી હોટલોના વેન્ડરોને મળીને તેમને પોતાની પ્રોડક્ટ આપી. સારી કમાણી થઈ.


એ પછી 2012માં જૈમિને નોકરી છોડી અને સંપૂર્ણ રીતે ખેડૂત બની ગયો. તેમણે તેમના કાકાની સાથે મળીને બીજાં પણ ખેતરો ખરીદ્યાં. આજે તે 15 એકર જમીન પર ઓર્ગેનિક અને સેમી-ઓર્ગેનિક ફાર્મિંગ કરી રહ્યા છે. તેઓ શેરડી, તુવેરદાળ, કપાસ, મગ, તરબૂચ, ટામેટાં, શિમલા મરચાં, લીલી ડુંગળી, પાલક જેવો પાક ઉગાડી રહ્યા છે. 2012માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તેમને સન્માનિત કરી ચૂક્યા છે.


જૈમિનની સાથે બીજા 10 લોકોને પણ ખેતીમાંથી રોજગારી મળી રહી છે, જેઓ તેમને ખેતીમાં મદદ કરે છે. આ ઉપરાંત લગભગ 200 ખેડૂતો તેમની સાથે ડાયરેક્ટ જોડાયા છે. તેઓ ખેતી અંગે માહિતી પ્રાપ્ત કરે છે અને પ્રોડક્ટને ખરીદવા અને વેચવામાં પણ મદદ કરે છે. તેઓ કહે છે, તેમને પાકનું વાવેતર કરતાં પહેલાં જ એડવાન્સમાં ઓર્ડરમાં મળી જાય છે.


 ખેતી એક સતત શીખવી પડે એવી પ્રક્રિયા છે. રોજ આપણે કંઈક ને કંઈક નવું શીખવું મળે છે. આજે પણ વર્ષમાં 100 દિવસ હું ફરું છું. ગામડાંમાં જવું છું, અલગ-અલગ નિષ્ણાતોને મળું છું, સ્કૂલ-કોલેજોમાં પણ જાવ છું. સતત શીખવાનું અને શિખવાડવાનું કામ ચાલતું રહેવું જોઈએ તો જ તમે ટકી શકશો.