જાણો પ્રાણી સૃષ્ટિ અને પર્યાવ૨ણનું રક્ષણ કરનાર: ભવાનીસિંહ મોરી વિશે.
ભવાનીસિંહ મોરીનો પ્રિય રંગ જ તેમને એક ગ્રહને બચાવવાની એક માનસિક ચળવળ જેવા બતાવે છે. છેલ્લા ૫૦ વર્ષ થી મોરીની આસપાસ ની દરેક વસ્તુ લીલા રંગથી રંગાયેલી છે: જેમ કે તેમના કપડાં, કાર , જીપ , મોટરસાયકલ , ફૂડ પ્લેટ , ઘરની દિવાલો.
વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિના રક્ષણ માટે મોરીની સંપૂર્ણ પ્રતિબદ્ધતાએ તેમને ગુજરાત વન વિભાગના માનદ વન્યજીવન વોર્ડનનું પદ મેળવી આપ્યું. તેમના પર્યાવરણ પ્રત્યેના ઉત્સાહ ને લીધે એક જર્મન ફોટોગ્રાફર એ તેમને "ગ્રીન બાપુ" ની ઉપાધિ આપી છે.
મોરી કે જે હાલ ૬૯ વર્ષના છે તેમને જણાવ્યું કે ગ્રીન કલર એ તેમના ભારતીય સેના પ્રત્યેના આદરને પ્રતિબિંબિત કરે છે. પરંતુ છેલ્લા ચાર દાયકાથી જયારે સૈન્ય માટેનું સન્માન વધુ મજબૂત થયું છે, ત્યારે પર્યાવરણ અને વનયજીવોને બચાવવાના તેમના ઉત્સાહથી આ રંગ વધુ ઊંડો થયો છે.
મોરી સુરેન્દ્રનગરનાં વઢવાણના વતની છે. જયારે લોકો તેમના સ્ટડી રૂમમાં પ્રવેશે છે ત્યારે તેમને ત્યાં ગ્રીન આરસ વાળું ટેબલ જોવા મળે છે. ત્યાં સ્ટડીરૂમની દીવાલ પર વન્યજીવના ચિત્રોની નાસભાગ જોવા મળે છે. ડાઇનિંગ રૂમમાં, તેનો પરિવાર લીલા આરસ પર ભોજન માટે ભેગો થાય છે.મોરી કહે છે કે તેમની સુવર્ણ જયંતિ તે લીલા રંગમાં ઝળહળતી ઉજવવા માંગે છે.
મોરી એ કહ્યું કે "હું એનસીસી કેડેટ હતો અને ભારતીય સેનામાં જોડાવા અને સરહદો પર પેટ્રોલિંગ કરવા માંગતો હતો." પરંતુ મારા પિતા મનહરસિંહનું હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થતાં , મારે મારી યોજનાઓ બદલવી પડી. તેમણે વધુમાં જણાવ્યું કે બે બહેનો સહિત નવ ભાઈ-બહેનોમાં સૌથી મોટો હોવાને કારણે મારે મારા પરિવારની જવાબદારી ઉપાડવી પડી.
મોરી એ કહ્યું કે "હું એનસીસી કેડેટ હતો અને ભારતીય સેનામાં જોડાવા અને સરહદો પર પેટ્રોલિંગ કરવા માંગતો હતો." પરંતુ મારા પિતા મનહરસિંહનું હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થતાં , મારે મારી યોજનાઓ બદલવી પડી. તેમણે વધુમાં જણાવ્યું કે બે બહેનો સહિત નવ ભાઈ-બહેનોમાં સૌથી મોટો હોવાને કારણે મારે મારા પરિવારની જવાબદારી ઉપાડવી પડી.
મોરી કહે છે કે એક અનુભૂતિએ તેમને સૂચવ્યું કે તેમની રંગની પસંદગી તેમને પ્રકૃતિ સામેના હુમલા સામે લડવામાં મદદ કરશે. બસ ત્યારથી જ આ મારો ગણવેશ બની ગયો.
મોરી કહે છે કે વન્યજીવ પ્રત્યેનો પ્રેમ તેમના ડી.એન.એ માં સમાયેલો છે. મારા દાદા મલ્હારસિંહ પાસે નોળિયા સહીત અનેક પાલતુ પ્રાણીઓ હતા. મારા પિતાને પણ વન્ય પ્રાણીઓ પ્રત્યે વિશેષ પ્રેમ હતો.અમારા નિયમિત મુલાકાતીઓ પૈકી એક વરુ હતો.
મોરીએ કહ્યું કે જંગલી અને પાલતુ પ્રાણીઓ વચ્ચે ઉછરીને પ્રકૃતિ પ્રત્યેનો તેમનો આદર વધુ મજબૂત બન્યો. તેમણે કહ્યું કે બાળપણમાં તે તેમની સ્ક્રેપબુક મેગેઝીનોમાંથી કાપેલા વન્યજીવોના ચિત્રોથી ભરતા હતા. જયારે તે મોટા થયા ત્યારે તેમને બોક્સ કેમેરા લીધો અને વન્ય પ્રાણીઓના ફોટોગ્રાફ લેવાનું શરુ કર્યું.
મને સમજાયું કે મારા લીલા કપડાં મને છલાવરણ પૂરું પડે છે જયારે હું વન્ય પ્રાણીઓના ફોટોગ્રાફ પાડું છું. હું ખરેખર તેમની નજીક જઈ શકું છું. "પછી મને કુદરતી હરિયાળીના ધોવાણની ચિંતા થવા લાગી.જો પ્રાણીઓ તેમના રહેઠાણ ગુમાવે તો તેઓ ટકી શકતા નથી."
તે ક્ષણથી, તે પૃથ્વીની સંપત્તિ બચાવવા માટે લડનારો સૈનિક બન્યો.1987 માં, તે એક જર્મન ફોટોગ્રાફરને મળ્યા ,જેને તે ફક્ત "ગેટરૂટ" તરીકે યાદ કરે છે. તે વરુની તસવીરો લેવા માટે ભારતમાં એક મિશન પર હતી.તે મોરીના પ્રથમ નામનો યોગ્ય રીતે ઉચ્ચાર કરી શકતી ન હતી, તેથી તેણે તેમને 'ગ્રીન બાપુ' કહેવાનું શરુ કર્યું .એ નામ રહી ગયું.
"લોકો મને લીલા કપડાં સાથે જોડે છે. પણ ધાર્મિક મેળાવડામાં, રિવાજ મુજબ હું સફેદ કપડાં પહેરું છું" એમ મોરી જણાવે છે. "આવા પ્રસંગોએ મારી નજીકના લોકો પણ મને ઓળખવામાં થોડો સમય લે છે."
જો કે વન વિભાગ તરફથી મળેલી માન્યતા તેમના માટે સશક્ત બની રહી છે.માનદ વાઇલ્ડ લાઇફ વોર્ડન તરીકે તેમણે અનેક વિસ્તારોમાં વૃક્ષારોપણ માટે દબાણ કર્યું છે અને તેમને શિકારનો સામનો કરવામાં મદદ કરી છે. તેમણે વન્ય જીવન માટે રાજ્ય બોર્ડમાં પણ થોડા સમય માટે સેવા આપી છે.જ્યારે ગુજરાતે નીલગાયને મારવાની મંજૂરી આપી ત્યારે મોરીએ આ પગલાનો વિરોધ કર્યો. તેમણે કહ્યું કે કોઈ પ્રાણીને મારવું જોઈએ નહીં.
મોરીને ત્રણ દીકરાઓ છે.સૌથી મોટો યુવરાજસિંહ હોમગાર્ડ સાથે કમાન્ડન્ટ છે. પરમાર્થસિંહ અને અવતારસિંહ આઈ.ટી પ્રોફેશનલ છે. તેમના દીકરી તુલસીબા સુરેન્દ્રનગરમાં પ્રોફેસર હતા અને હાલ અમદાવાદમાં સ્થાયી છે.
દેવવ્રતસિંહ મોરી કે જે તેમના ભત્રીજા છે તે જણાવે છે, "મને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ તેમની પાસેથી વારસામાં મળ્યો છે.તેમને હંમેશા લીલા રંગ માં જોવું એને ઘણો મોટો ભાગ ભજવ્યો છે.
હું હવે પક્ષીશાસ્ત્રી છું અને રંગ પ્રદેશ સાથે આવે છે!"
હું હવે પક્ષીશાસ્ત્રી છું અને રંગ પ્રદેશ સાથે આવે છે!"