બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

મોતની સેલ્ફી: તમે પણ સેલ્ફી લેવાના ચક્કરમાં આવી ન કરો ભૂલ...

ભોપાલ નજીક હલાલ ડેમ પર સેલ્ફી લેવાના ચક્કરમા મહિલા પાણીમાં પડી, જેમ જેમ ટેકનોલોજી વિકસતી જાય છે, તેમ તેમ સુવિધાની સાથે દુવિધા પણ સર્જાય છે. સેલ્ફી આ વાતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સેલ્ફી પાછળ લોકો એવા તો ગાંડા થયા છે કે પોતાના જીવ જોખમમાં નાંખવા પણ તૈયાર હોય છે.


ભોપાલના કોલારમાં રહેતા ડોક્ટર ઉત્કર્ષ મિશ્રા પોતાની પત્ની હિમાની મિશ્રા સાથે ભોપાલથી લગભગ 40 કિમી દૂર આવેલા હલાલી ડેમ ઉપર ફરવા આવ્યા હતા. હલાલી ડેમ આ વિસ્તારનું પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ડેમની પાસે તેમની પત્ની હિમાની સેલ્ફી લઇ રહી હતી. તેવામાં તેનું બેલેન્સ બગડ્યું અને તે 10થી 12 ફૂટ નીચે પાણીમાં પડી.


ઉત્કરિષ મહેતાએ જણાવ્યું કે તેઓ ફોનમાં મેસેજ ચેક કરી રહ્યા હતા અને તેમની પત્ની ડેમ નજીક જઇને સેલ્ફી લઇ રહી હતી. પળવારમાં જ તેનો પગ લપસ્યો અને તે પામીમાં પડી ગઇ. મારી આંખોની સામે જ તે પાણીમાં ગરકાવ પણ થઇ ગઇ.આ ઘટના બાદ તરત જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરુ કર્યુ. આખી રાત શોધખોળ કરવા છતા મૃતદેહ મળ્યો નહોતો. સોમવારે સવારે પણ રેસ્ક્ય ઓપરેશન શરુ કરવામાં આવ્યું, આમ છતા કંઇ હાથ લાગ્યું નહોતું. તેમના મોતની આશંકા દ્રઢ થઇ ગઇ.