ભુજ સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણસ્વરૂપ સ્વામીના વિવાદિત બોલ: માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાથી નર્ક માં જશો.
આજે ગુજરાતની દીકરી પોતાને સુરક્ષિત નથી માનતી
આજે ગુજરાતની દીકરી પોતાને સુરક્ષિત નથી માનતી. આજે ગુજરાત ની દીકરી ના કપડા ઉતારવાય છે. ગુજરાતની દીકરીના માસિક ધર્મનું ચેકિંગ થાય છે. ગુજરાત ની દીકરી ખુદને અસુરક્ષિત મહેસુસ કરી રહી છે. કારણ કે કહેવાતા ધર્મના ઠેકેદારોએ આજે તેમને જીવતા જીવિત જિંદગીભરના ડામ દીધા છે.વાત ભુજની સહજાનંદ કોલેજની છે જ્ઞાન હોસ્ટેલમાં રહેતી દીકરીઓ સાથે આ પ્રકારની ઘટના ઘટી જેને હજી તો સાત દિવસ જ થયા છે.
ધર્મના ઠેકેદારે વધુ એક બફાટ કરી નાખ્યો
વારંવાર ભુજનું સ્વામિનારાયણ મંદિર વિવાદોમાં આવતું જોવા મળે છે. આ વખતે પણ કચ્છના ભુજમાં ધર્મના ઠેકેદારે વધુ એક બફાટ કરી નાખ્યો. સ્વામિનારાયણ મંદિરના સ્વામી નું વિવાદિત નિવેદન સામે આવ્યું તેમને કહ્યું છે કે માસિક ધર્મમાં હોય તેવી મહિલાના હાથે જમવાથી નર્ક માં જશો.
શું આવા સાધુ સમાજ નો ઉદ્ધાર કરશે?
રજસ્વાલા મહિલાના હાથે જમવાથી બળદનો અવતાર મળે છે. રજસ્વાલા પત્નીના હાથે જમવાથી પતિ કુતરીનો અવતાર પામશે. આ શબ્દો સ્વામિનારાયણ મંદિરના કૃષ્ણ સ્વરૂપ સ્વામી ના વિવાદિત બોલ, શું આવા સાધુ સમાજ નો ઉદ્ધાર કરશે? શા માટે સાધુઓ વારંવાર આવા નિવેદનથી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. શુંસાધુને આવા ગેરવૈજ્ઞાનિક નિવેદનો શોભે છે? ભુજની ઘટનાની તપાસ થઇ રહી છે, આખો દેશ ધિક્કાર લગાવી રહ્યો છે, ત્યારે આ સાધુ ને પણ માનસિક સ્થિતિ સારી હોય તેવું કઈ લાગતું નથી. કારણ કે જે નિવેદન આપી રહ્યા છે બેફામ નિવેદનો આ પ્રકારના નિવેદનો ક્યારેય પણ સાખી ના લેવાય...