બિડેનને આ તરીકે મળશે રાષ્ટ્રપતિ અને વ્હાઇટ હાઉસનું ટ્વિટર એકાઉન્ટ, પણ ફૉલોઅર્સ નહીં મળે.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બિડેનની ટીમને ટૂંક સમયમાં વ્હાઇટ હાઉસ અને રાષ્ટ્રપતિનું ટ્વિટર એકાઉન્ટ મળી જશે. ટ્વિટરે સોશિયલ મીડિયાના હેન્ડઓવરને લઇને બિડેનની ટીમ સાથે બેઠક પણ કરી હતી. બેઠક બાદથી બિડેનની ટીમે જણાવ્યું કે અમને 20 જાન્યુઆરી એટલે નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણથી પહેલા આ બંને એકાઉન્ટ મળી જશે. જોકે, આ પહેલા ટ્વિટર બંને એકાઉન્ટના ફૉલોઅર્સને હટાવી દેશે.
બિડેનના રાષ્ટ્રપતિ ચૂંટણીના ડિજિટલ ડાયરેક્ટર રોબ ફ્લેહર્ટીએ જણાવ્યું કે 2016માં ટ્વિટરે આ બંને એકાઉન્ટ ટ્રમ્પની ટીમને સોંપ્યા તે પહેલા ત્યારના રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળના પુરા ફૉલોઅર્સ મળ્યા હતા. બિડેનની નવી ટીમને બંને એકાઉન્ટ ફૉલોઅર વગર શરૂ કરવા પડશે.
બિડેનની ટીમને સોંપવમાં આવશે આ એકાઉન્ટ
ટ્વિટરે એક નિવેદન જારી કરી કહ્યું કે @WhiteHouse, @POTUS, @VP, @FLOTUS, @PressSec, @Cecast, અને @LaCasaBlanca એકાઉન્ટને ટૂંક સમયમાં હટાવી દેવામાં આવશે. આ તમામ એકઉન્ટને 20મી જાન્યુઆરના રોજ બિડેનની ટીમને સોંપવમાં આવશે. ત્યાર બાદ આ ટ્વિટર એકાઉન્સને ફોલો કરતા લોકોને એક નોટિફિકેશન મોકલી બિડેનનની ટીમને ફોલો કરવાનું પુછવામાં આવશે.
આવી રીતે પુછશે ટ્વિટર
ટ્વિટર પોતાના નોટિફિકેશનમાં કહેશે કે તમારા દ્વારા ફોલો કરવામાં આવી રહેલું એકાઉન્ટ @WhiteHouse45 ને આર્કાઇવ કરી દેવામાં આવ્યું છે. શું તમે નવા @WhiteHouse ને ફોલો કરવા ઇચ્છો છે. ત્યાર બાદ જો યુઝરની ઇચ્છા હશે તો તેઓ વ્હાઇટ હાઉસના આ એકાઉન્ટને ફોલો કરી શકે છે. જણાવી દઇએ કે હેન્ડઓવરને લઇને મંગળવારના રોજ બિડેનની ટીમના રોબ ફ્લેહર્ટીએ ટ્વિટરના પ્રવક્ત્તા નિકોલસ પૈકિલિયો સાથે વાતચીત કરી હતી.