બિગ બોસને પરચો આપશે "રાધે મા"
રિયાલિટી શો બિગ બોસ 14 ની આ સીઝનની પહેલી ઝલક શેર કરી દીધી છે. આ વખતે ખુદને દેવી માનો અવતાર ગણાવનારા રાધે માની એન્ટ્રી થવાની છે. ખબર મુજબ તો રાધે મા આ વર્ષની સૌથી મોંઘી કન્ટેસ્ટન્ટ છે.એક વેબસાઈટ પ્રમાણે રાધે મા ઉર્ફ સુખવિન્દર કૌરને શોમાં આવવા માટે દર અઠવાડિયે 25 લાખ રૂપિયા આપવામાં આવશે.
આટલી વધુ ફી સાથે રાધે મા આ સીઝનના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ છે. સમાચાર એવા પણ છે કે રાધે મા બિગ બોસના ઘરમાં માત્ર એક જ અઠવાડિયું રહેશે.
કોણ છે "રાધે માં"?
રાધે મા એટલે સુખવિન્દર કૌર, જે ગુરદાસપુર જિલ્લામાં જન્મી હતી. નાની ઉંમરે જ ભક્તિ માર્ગે નીકળી પડેલી સુખવિન્દરને રાધે મા નામથી ઓળખ મળી. વિચિત્ર કપડાં, બોલ-ચાલ અને અલગ જ પ્રકારે મુશ્કેલીઓનું સમાધાન કાઢવા માટે તે ઘણા ફેમસ થયા. તેઓ તેમના ફેન્સને આઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ પણ બોલે છે.