બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સામાન્ય લોકોને મોટો ફટકો: સરકારે બચતો પર વ્યાજમાં કર્યો મોટો ઘટાડો..

સરકારે નાની બચત યોજનાઓ પર વ્યાજદરમાં મોટો ઘટાડો કરી દીધો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના પહેલા ત્રિમાસિક ગાળામાં આ સ્કીમ પર મળનાર વ્યાજદરમાં ઘટાડો કરી દીધો છે. આ ઘટાડો 0.૭૦ ટકાથી લઈને ૧.૪ ટકા સુધી થયો છે. PPF પર મળનારા વ્યાજદરમાં 0.૮ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જયારે કે પોસ્ટ ઓફીસ ટાઈમ ડિપોઝીટ પર મળનારા વ્યાજદરમાં ૧.૪ ટકાનો માતબર ઘટાડો કરવામાં આવ્યો છે. તો સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં 0.૮ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.


નવા દરોની જાહેરાત બાદ, પીપીએફ પર હવે ૭.૧ ટકા જ વ્યાજ મળશે, જયારે કે પહેલા તે ૭.૯ ટકા હતું. નેશનલ સેવિંગ્સ સ્કીમ્સમાં હવે ૬.૮ ટકા વ્યાજ મળશે. જયારે કે પહેલા તેના પર ૭.૯ ટકા વ્યાજ મળી રહ્યું હતું. નેશનલ સેવિંગ સર્ટીફીકેટ પર વ્યાજદરમાં ૧.૧૦ ટકાનો મોટો ઘટાડો કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સીનીયર સિટીઝન્સનું પણ બજેટ ખોરવાઈ જશે કારણકે તેમને પણ મોટો ફટકો પડ્યો છે, જે આવકથી નિયમિત સ્ત્રોતના રૂપે વ્યાજથી મળનારી સ્કીમ પર નિર્ભર છે. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર વ્યાજદર ૮.૪ ટકાથી ઘટાડીને ૭.૬ ટકા જ કરી દેવામાં આવ્યું છે. આ યોજનામાં ૦.૮ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલું જ ન્હીમ ખેડૂતોને પણ હવે બચતો પર ઓછુ વ્યાજ મળશે. ખેડૂત વિકાસ પત્ર પર વ્યાજદર ૦.૭૦ ટકા ઘટાડીને ૬.૯ ટકા કરી દેવામાં આવ્યું છે.


હવે નાની બચત યોજનાઓમાં આ છે વ્યાજદરો
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ: ૭.૧ ટકા
સુકન્યા સમૃદ્ધિ યોજના: ૭.૬ ટકા
વરિષ્ઠ નાગરિક બચત યોજના: ૭.૪ ટકા
રાષ્ટ્રીય બચત પત્ર: ૬.૮ ટકા
કિસાન વિકાસ પત્ર: ૬.૯ ટકા
પોસ્ટ ઓફીસ ટાઈમ જમા ૫ વર્ષ માટે: ૬.૭ ટકા

સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં વ્યાજદર દર ત્રણ મહીને સરકાર દ્વારા નક્કી થાય છે. સ્મોલ સેવિંગ્સ સ્કીમનો વ્યાજદર નક્કી કરવાની ફોર્મ્યુલા શ્યામલા કમિટીએ આપી હતી. કમિટીએ એ સૂચન આપ્યું હતું કે અલગ અલગ સ્કીમ્સ પર વ્યાજદર સમાન પરિપક્વતા મુદતવાળા સરકારના બોન્ડ્સથી ૦.૨૫ ટકાથી ૧ ટકા વધારે હોવું જોઈએ.