બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દેશના આ રાજ્યમાં પ્રવેશ કરવો હોય તો વેક્સીનના બંને ડોઝ જરૂરી, નહીંતર રહેવું પડશે ૧૪ દિવસ કોરેનટાઈન

મહારાષ્ટ્ર સરકાર દ્વારા કોરોનાના કહેર વચ્ચે બહારથી આવતા મુસાફરોને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યમાં એન્ટ્રી મેળવનારા કોઈ પણ મુસાફરે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધેલા હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે. તેમણે પુરાવા તરીકે વેક્સિનેશન સર્ટિફિકેટ સાથે રાખવું જરૂરી બનશે. આ સિવાય જો વેક્સિન ન લીધેલી હોય તો નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ બતાવવો જરૂરી બનશે. જો આ નિયમોનું પાલન કરવામાં આવશે નહીં તો બહારથી આવી રહેલા મુસાફરોએ મહારાષ્ટ્રમાં 14 દિવસ માટે હોમ કોરેનટાઈન રહેવું પડશે.


આદેશ મુજબ મુસાફરોએ મહારાષ્ટ્રમાં એન્ટ્રી પહેલા વેક્સિન સર્ટિફિકેટ બતાવવું જરૂરી બનશે. વેક્સિનના બંને ડોઝ લીધેલા હોવાની સાથે વેક્સિનના બીજા ડોઝ લીધાને પણ 14 દિવસ થઈ ગયા હોવાનું ફરજિયાત રાખવામાં આવેલ છે. જો કોઈ મુસાફર આ માપદંડો પર યોગ્ય ના ઉતરે તો તેણે કોરોનાનો નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ દેખાડવી જરૂરી બનશે અને તે રિપોર્ટ પણ 72 કલાક જૂનો હોવો જરૂરી છે.  


રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઈ છે કે, જો કોઈએ વ્યક્તિએ વેક્સિન લીધી અને અને તેના પાસે નેગેટિવ આરટીપીસીઆર રિપોર્ટ પણ ના હોય તો તેણે 14 દિવસના હોમ કોરેનટાઈનથી પસાર થવું પડશે. મહારાષ્ટ્રમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરતા સરકાર દ્વારા આ આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. ઉદ્ધવ સરકાર સમય પહેલા જ દરેક પગલા ભરી રહી છે જેથી બીજી લહેર જેવી તબાહી મચાવી ના શકે.