બીગ બોસના ઘરથી એલિમિનેટ થઈ શોની સૌથી બોલ્ડ અભિનેત્રી, તસ્વીરો જોઈ તમે થઈ જશો તેના દીવાના
બિગ બોસ શરુ થતા જ ચર્ચાનો માહોલ ઉભો થઈ ગયો છે. જ્યારે બિગ બોસ ઓટીટીનું પ્રથમ એલિમિનેશન કરી ચુકવામાં આવ્યું છે. 15 ઓગસ્ટના દિવસે રાકેશ બિપત, ઉર્ફી જાવેદ અને શમિતા શેટ્ટીને શોના પ્રથમ એલિમિનેશન માટે સિલેક્ટ કરાયા હતા. ત્યાર બાદ શોના હોસ્ટ કરણ જોહરે ઉર્ફીને ઘરની બહાર જવાનો રસ્તો બતાવ્યો હતો. તેની સાથે ઉર્ફી જાવેદ ગૃહમાંથી એલિમિનેટ થનાર પ્રથમ સભ્ય પણ બની ગઈ છે.
જ્યારે ઘરથી એલિમિનેટ થનારી ઉર્ફી પ્રથમ પ્રતિયોગી બની છે. ઉર્ફીની અદાઓના લાખો લોકો દીવાના બનેલા છે. નોંધનીય છે કે, ઉર્ફી જાવેદ નાના પડદા પર ઘણી સિરિયલોમાં કામ કરી ચુકેલી છે. તે લખનઉની છે. જ્યારે વર્ષ 2016 માં, ઉર્ફી સોની ટીવીના શો 'બડે ભૈયા કી દુલ્હનિયા' માં અવની પંતની ભૂમિકામાં દેખાઈ હતી.
ત્યાર બાદ વર્ષ 2016 થી 2017 સુધી તેણે 'ચંદ્ર નંદિની' માં છાયાની ભૂમિકા નિભાવી હતી. ઉર્ફી સિરિયલ 'મેરી દુર્ગા' માં આરતીની ભૂમિકા, વર્ષ 2018 માં 'સાત ફેરો કી હેરા ફેરી' માં કામિની જોશી, ‘બેપનાહ’ સિરિયલમાં બેલા કપૂર, 'જીજી મા’ કાર્યક્રમમાં પિયાલી અને 'દયાન' સિરિયલમાં નંદિની તરીકે કામ કર્યું હતું. નોંધનીય છે કે, ઉર્ફી જાવેદ સોશલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. તે પોતાની બોલ્ડ તસ્વીરો સોશલ સાઇટ્સ પર અવારનવાર શેર કરતી રહે છે.