બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બિહારમાં સૌથી વધુ જયારે કેરલમાં સૌથી ઓછો બાળ મુત્યુદર.

પાંચમા રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના આંકડા અનુસાર દેશમાં મોટા ભાગના રાજયોમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શિશુઓના મરણના પ્રમાણમાં ઘટાડો થયો છે. સર્વેક્ષણના પ્રથમ ચરણમાં જોડાયેલા ૨૨ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સિકિકમ, જમ્મુ કાશ્મીર,ગોવા અને અસમમાં ૨૮ દિવસથી ઓછી ઉંમર ધરાવતા બાળકો, ૩૬૫ દિવસથી ઓછી ઉંમર ધરાવતા બાળકો અને પાંચ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોના મુત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મિઝોરમ અને અસમમાં શિશુ તથા બાળ મુત્યુદરમાં ઘટાડો થયો હોવા છતાં નવજાત મુત્યુદર પ્રમાણમાં વધારે જોવા મળે છે. 

રિપોર્ટ અનુસાર સર્વેના પ્રથમ ચરણમાં પસંદ કરવામાં આવેલા રાજયોમાં છેલ્લા પાંચ વર્ષમાં નવજાત મુત્યુદર પ્રતિ એક હજારે  ૩૪ શિશુ મુત્યુ દર ૪૭  જોવા મળે છે. બાળ મુત્યુદરનું સૌથી વધુ પ્રમાણ ૫૬ બિહારમાં અને સૌથી ઓછુ ૭ કેરલમાં જોવા મળે છે. ૨૦૧૫-૧૬ના રિપોર્ટની વર્તમાન રિપોર્ટ સાથે સરખાણમી કરતા માલૂમ પડે છે કે ૨૨ માંથી ૧૫ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવજાત મુત્યુ દરમાં ઘટાડો થયો છે. 

નવજાત મુત્યુદર કેરલ, સિકિકમ અને ગોવામાં સૌથી ઓછો તો બિહાર, ત્રિપુરા, અસમમાં સૌથી વધુ જોવા મળે છે. નવજાત બાળકોમાં ૨૮ દિવસની અંદર થતા મુત્યુની સંખ્યાનો સમાવેશ થાય છે.