બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બિલ ગેટ્સ બન્યા અમેરિકાના 'સૌથી મોટા કિસાન', 18 રાજ્યોમાં ખરીદી 242,000 એકર જમીન

માઇક્રોસોફ્ટના સંસ્થાપક અને વિશ્વના ચોથા સૌથી ધનવાન વ્યક્તિ બિલ ગેટ્સે અમેરિકામાં મોટા પાયા પર ખેતીની જમીન ખરીદી છે. ડેલી મેલના રિપોર્ટ્સ પ્રમાણે હવે બિલ ગેટ્સ અમેરિકાના 18 રાજ્યોમાં કુલ 2 લાખ 42 હજાર એકર ખેતીની જમીનના માલિક થઈ ગયા છે. આટલી વધુ જમીન ખરીદ્યા બાદ બિલ ગેટ્સ અમેરિકામાં ખેતીવાળી જમીનના સૌથી મોટા માલિક (ખાનગી ઓનર) થઈ ગયા છે. 


પરંતુ બિલ ગેટ્સે માત્ર ખેતી યોગ્ય જમીનમાં રોકાણ કર્યું નથી. પરંતુ તમામ પ્રકારની કુલ 2,68,984 એકર જમીનના તેઓ માલિક બની ચુક્યા છે. આ જમીન અમેરિકાના 19 રાજ્યોમાં સ્થિત છે. તેમાં એરિઝોના સ્થિત જમીન પણ સામેલ છે જેના પર સ્માર્ટ સિટી વસાવવાની યોજના છે. 


65 વર્ષના બિલ ગેટ્સે અમેરિકાના લુસિયાનામાં 69 હજાર એકર, અર્કસસમાં આશરે 48 હજાર એકર, એરિઝોનામાં 25 હજાર ખેતી યોગ્ય જમીન ખરીદી છે. અત્યાર સુધી તે સ્પષ્ટ થઈ શક્યું નથી કે બિલ ગેટ્સે કેમ ખેતી માટે વધુ જમીન ખરીદી છે. આ જમીન સાથે જોડાયેલી જાણકારી જાહેર કરવામાં આવી નથી.


2008માં બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને જાહેરાત કરી હતી કે તે આફ્રિકા અને વિશ્વના અન્ય વિકાસશીલ ક્ષેત્રના નાના કિસાનોને પાક ઉગાડવા અને તેમની આવકમાં મદદ માટે 2238 કરોડ રૂપિયાની સહાયતા આપી શકે છે, જેથી નાના કિસાન ભૂખ અને ગરીબીમાંથી બહાર આવી શકે.