બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

કોરોનાવાયરસ વચ્ચે હવે આ બીમારી ઘણા રાજ્યમાં વધી રહી છે: જાણો વધુ

કોરોના વાયરસની રસી આવી નથી ત્યારે દેશમા બીજી બીમારી સામે આવી જે ઘણા રાજ્યમાં વધી રહી છે. બર્ડ ફ્લૂના કેસો રાજસ્થાન, કેરળમાં સામે આવી રહ્યાં છે. હિમાચલ પ્રદેશમાં બે હજારથી વધુ પ્રવાસી પક્ષિઓના મોતથી પ્રશાસન કાર્યવાહી કરી રહ્યું છે. બર્ડ ફ્લૂ પક્ષીઓના મૃત્યુનું કારણ હોવાનું કહેવામાં આવે છે. બર્ડ ફ્લૂના કેસ સામે આવ્યા બાદ દેશભરના પ્રાણી સંગ્રહાલયોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના પોંગ ડેમ તળાવમાં આ બર્ડ ફ્લૂના કારણે 2000 જેટલા પ્રવાસી પક્ષીઓના અચાનક મોત થયા. માહિતી અનુસાર,આ પક્ષીઓના મોતનું કારણ એવિયન ઈન્ફલ્યુએન્ઝા એટલે કે બર્ડ ફ્લૂ સામે આવી રહ્યું છે.

હિમાચલની પક્ષી સંગ્રહાલયમાં છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 2000 જેટલા પ્રવાસી પક્ષીઓ મૃત્યુ થયા. જેમાં મોટાભાગના પક્ષીઓ બાર-હેડેડ ગીજ છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રિન્સિપલ ચીફ કન્જરવેટર ઓફ ફોરેસ્ટના અર્ચના શર્માએ જણાવ્યું હતું કે, બરેલીમાં ઈન્ડિયન વેટનરી રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (IVRI)એ મૃત પક્ષીઓના નમૂનામાં એવિયન ઈન્ફલ્યુએન્ઝા શોધી કાઢ્યું છે. તેમણે કહ્યું કે હાલમાં તે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હાઇ સિક્યુરિટી એનિમલ ડિસીઝ (NIHSAD)ની રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે, કારણ કે આ રોગને શોધી કાઢવા માટે તે નોડલ બોડી છે.

રાજસ્થાનમાં પણ અચાનક છેલ્લા કેટલાક દિવસોમાં 400થી વધુ પક્ષીઓ મોત નીપજ્યાં છે. રાજ્યના પશુપાલન વિભાગના જણાવ્યા અનુસાર ઝાલાવાડ જિલ્લામાં માત્ર બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. રાજસ્થાનના ઝાલાવાડમાં છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાંક કાગડાઓનાં મોત થયા છે.

કેરળમાં બચ્ખોમાં બર્ડ ફ્લૂના કેસો બાદ અલપુઝા અને કોટ્ટાયમને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. રાજ્યના એનિમલ હસ્બેન્ડરીમંત્રી કે. રાજુએ કહ્યું છે કે, બર્ડ ફ્લૂના કારણે લગભગ 12 હજાર જેટલા પક્ષીઓ મોત થયા છે.

પહેલા પણ, 2016માં, કેરળના અલપુઝા અને પઠાણમિથિજિલમાં બર્ડ ફ્લૂનો મોટા કેસ નોંધાયા હતા, જેના કારણે લગભગ 2 લાખ મરઘીઓ અને બતકને ખતમ કરવા પડ્યા હતાં.

મધ્ય પ્રદેશમાં પણ આવી સ્થિતિ સર્જાઇ રહી છે. રાજ્યના પશુપાલન મંત્રી, પ્રેમસિંહ પટેલના જણાવ્યા અનુસાર, 23 ડિસેમ્બરથી 3 જાન્યુઆરીની વચ્ચે, ઇંદોર, મંદસૌર, અગર માલવા અને ખાર્ગન જિલ્લામાં પક્ષીઓનાં મોત નોંધાયા છે. સૌથી વધુ મૃત્યુ ઈન્દોર (142) અને મંદસૌર (100)માં નોંધાયા છે. ઘણાં પક્ષીઓના મોત બર્ડ ફ્લૂથી થયું હોવાનું સામે આવી રહ્યું છે.