બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ એક્શન મોડમાં, પાંચ કેન્દ્રીય મંત્રી આ તારીખથી કરશે જન આશીર્વાદ યાત્રા

મોદી કેબિનેટમાં તાજેતરમાં જ વિસ્તરણ કરવામાં આવ્યું હતું. મોદી કેબિનેટમાં ગુજરાતના 5 સાંસદોને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે. હવે ભાજપના આ પાંચ કેંદ્રીય મંત્રીઓ દ્વારા 16 થી 21 ઓગસ્ટ ગુજરાતમાં જન આશીર્વાદ યાત્રા નીકળવામાં આવશે. જયરે હવે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી તેવું જોવા મળી રહ્યું છે.

તેમાં પણ ખાસ વાત એ છે કે, રાજ્યના 151 સ્થળે કુલ 20 હજાર 277 કિલોમીટરમાં યાત્રા કરવામાં આવશે. જેમાં દેવુસિંહ ચૌહાણ પાલનપુરથી નડિયાદની યાત્રા કરશે. મહેંદ્ર મુંજપરા દ્વારા અમદાવાદમાં યાત્રા કરવામાં આવશે. આ સિવાય દર્શનાબેન જરદોશની યાત્રા આણંદથી શરુ કરવામાં આવશે અને સુરત ખાતે સમાપન કરાશે. 

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા દ્વારા ઊંઝાથી અમરેલી સુધી યાત્રા કરવામાં આવશે. તેની સાથે કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાની ત્રણ દિવસની યાત્રા રાજકોટથી શરુ કરાશે અને ભાવનગરમાં સમાપ્ત કરાશે. પાંચ કેંદ્રીય મંત્રીઓની જન આર્શીવાદ યાત્રા ગુજરાતના કુલ 151 સ્થળો પર જવાની છે. આ જન આર્શીવાદ યાત્રામાં કુલ 20,277 કિલોમીટરની યાત્રા કરવામાં આવશે.