રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોના ‘હોર્સ ટ્રેડિંગ’ના પ્રયાસો? જાણો શું છે ‘હોર્સ ટ્રેડિંગ’...
રાજ્યસભાની ચૂંટણી પહેલા ધારાસભ્યોના ‘હોર્સ ટ્રેડિંગ’ના પ્રયાસો ?
ગુજરાતની રાજ્યસભાની ચાર બેઠકો માટે આગામી 26મી માર્ચના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે અત્યારથી જ વિરોધી ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરવાની રાજકીય પાર્ટીઓ પ્રયાસ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપ-કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન કોંગ્રેસના એક રાજકીય આગેવાનો તાજેતરમાં જણાવ્યું હતું કે, ભાજપના કેટલાક ધારાસભ્યો સરકારથી નારાજ છે અને તેઓ કોંગ્રેસના સંપર્કમાં છે.
રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપ-કોંગ્રેસમાં બેઠકનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાન કોંગ્રેસના એક રાજકીય આગેવાનો તાજેતરમાં જણાવ્યું હતું કે, ભાજપના કેટલાક ધારાસભ્યો સરકારથી નારાજ છે અને તેઓ કોંગ્રેસના સંપર્કમાં છે. બીજી તરફ ભાજપના પણ કેટલાક નેતાઓ દ્વારા અન્ય પાર્ટીઓના ધારાસભ્યોને આકર્ષવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.
રાજ્યસભાની ચાર બેઠકો પૈકી 3 ભાજપ અને 1 કોંગ્રેસ પાસે હતી. જ્યારે આગામી દિવસોમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યોની હાલની સ્થિતિને જોતા બન્ને પાર્ટીઓને 2-2 બેઠકો મળવાની શકયતા છે. જેથી વધારે બેઠકો મેળવવા માટે બંને રાજકીય પક્ષો દ્વારા પ્રત્યનો કરવામાં આવે તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ રાજ્યસભાની 3 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલનો ભારે રસાકસી બાદ વિજય થયો હતો. આ ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલા સહિતના કોંગ્રેસના બાગી ધારાસભ્યોએ ક્રોસ મતદાન કર્યું હતું. તેમજ ચૂંટણી પહેલા જ શંકરસિંહ વાઘેલા સહિત 8 ધારાસભ્યોએ કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો હતો.
‘હોર્સ ટ્રેડિંગ’ એટલે શું?
જ્યારે એક પાર્ટી વિપક્ષમાં બેઠેલા કેટલાક સભ્યોને લાભની લાલચ આપીને પોતાનામાં મેળવવાનો પ્રયત્ન કરે છે. જ્યાં આ લાલચ પદ, પૈસા કે પ્રતિષ્ઠાની હોય શકે છે. આ રીતની ધારાસભ્યોની ખરીદીને પોલિટિક્સની ભાષામાં હોર્સ ટ્રેડિંગ કહેવામાં આવે છે.