ગુજરાત કોંગ્રેસના આ બાગી ધારાસભ્યો આજે જોડાશે ભાજપમાં...
સમગ્ર રાજ્યમાં એકતરફ કોરોના વાયરસે કહેર માચાવ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યસભાની ચૂંટણી પણ હમણાં જ પૂર્ણ થઈ છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં પડ્યા હતા. જેને લઈને રાજ્યસભાની ત્રીજી બેઠક ભાજપ આસાનીથી જીતી શક્યું હતું.
કોંગ્રેસમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બની કોંગ્રેસના કપરા સમયમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપ સાથે ખાનગી રાહે મદદ કરવા ધારાસભ્ય પદ પરથી રાજીનામાં ધરી દેનાર કોંગ્રેસના આઠ ધારાસભ્યો હવે ભાજપામાં જોડાવા જઈ રહ્યા છે.
આગામી સ્થાનિક સ્થાનિક તાલુકા, જિલ્લા અને નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે. તેથી તમામ આઠેય ધારાસભ્યો હવે આજે ભાજપ મા જોડવાના છે તેમ જાણવા મળી રહ્યું છે. આવતીકાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીના અધ્યક્ષતામાં આ પૂર્વ ધારાસભ્યો જોડાશે ભાજપમાં.
રાજ્યમાં આગામી સમયમાં પેટાચૂંટણીઓ યોજવવાની છે, તેમજ પેટા ચૂંટણી પહેલા આ ધારાસભ્યો ભાજપમાં જોડાતા ટિકિટ પાકી હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
રાજીનામુ આપનાર ધારાસભ્યો
1. બ્રિજેશ મેરજા
2. પ્રદ્યુમનસિંહ જાડેજા
3. જે.વી કાકડિયા
4. અક્ષય પટેલ
5. સોમા ગાંડા
6. જીતુ ચૌધરી
7. મંગળ ગાવિત
8. પ્રવીણ મારુ