અરે....એવું તો શું થયું..? ભાજપના કાર્યકર્તાના વિવાદિત વોટ્સએપ મેસેજો સોશિયલ મીડિયામાં થયા વાયરલ, જાણો પુરી વિગત...
આધુનિક યુગને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે ત્યારે તમામ રાજકીય પાર્ટીઓ પણ પોતાની પાર્ટીનો પ્રચાર સોશિયલ મીડિયાના માધ્યમથી કરતી હોય છે તેમજ પાર્ટીના દરેક કાર્યકર્તાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે જોડાયેલા રાખે છે, ત્યારે સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા મેસેજ વાયરલ થતા હોય છે જેનાથી પાર્ટીને પણ ભોગવવુ પડતું હોય છે આવું જ રાજ્યની શિષ્ત બદ્ધ ગણાતી પાર્ટી ભાજપના ગીર સોમનાથના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે.
વોટસએપ ગ્રુપમાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા રહે છે. કોઈ સારા તો કોઈ અશ્લીલ. ત્યારે હાલ શિસ્તબંધ તરીકે જાણીતી ભાજપમાં ગીર સોમનાથ વોટસએપ ગ્રુપમાં અશ્લીલ વિડિયો મુકવામાં આવતા વિવાદ સર્જાયો છે. ગીર સોમનાથમાં ભાજપના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલતાની તમામ હદો પાર કરી દેવામાં આવી છે.
જણાવીએ કે, ગીરસોમનાથમાં ભાજપના આગેવાનો અને કાર્યકરોના વોટ્સએપ ગ્રુપમા ભાજપના સિન્યર કાર્યરતાએ ગુપમાં અશ્લિલ વીડિયો પોસ્ટ કર્યો હતો.ગીર સોમનાથ જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય પ્રીતિ પરમારના પિતા પ્રતાપ પરમારે વીડિયો સેન્ડ કર્યો હતો.
ત્યારે આ ગ્રપમાં અનેક મહિલા કારર્તાઓ પણ છે. જેવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો તરતજ મહિલા કાર્યકરો ગુ્પ માંથી થયા લેફ્ટ થઇ ગયા હતા.