બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સૌરાષ્ટ્રમાં જૂથવાદ ખાળવા વર્ષોથી હાંસિયામાં ધકેલાયેલા જનસંઘના જુના નેતાઓનો સહારો લેશે ભાજપ...

ગુજરાત ભાજપના નવનિયુકત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે તેમને રાજકોટમાં કાર્યકરો સાથે બેઠક કરી હતી. સી.આર.પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં જૂથવાદ મહત્વનો મુદ્દો બન્યો છે. અને તેને ખાળવા સી.આર.પાટીલ ખુદ મેદાને ઉતર્યા છે.

મળતી વિગતો અનુસાર સી.એમ હોમ ગ્રાઉન્ડ રાજકોટમાં જૂથવાદ સામે આવ્યો છે જેને ખાળવા હવે પ્રદેશ અધ્યક્ષે કવાયત તેજ કરી છે. સી.આર.પાટીલ વર્ષોથી હાંસિયામાં ધકેલાયેલા અને ખૂણામાં રહેલા જુના નેતાઓની મુલાકાત કરવાના છે. ભાજપમાં માર્ગદર્શન આપવા તેમજ સંગઠન મજબૂત કરવા માટે ભાજપ પ્રદેશ અધ્યક્ષ હવે જનસંઘના નેતાઓનો સહારો લેશે. વર્ષો બાદ પ્રદેશ પ્રમુખના આગમન સમયે જુના નેતાઓને યાદ કરવામાં આવી રહ્યા છે.

જનસંઘના નેતાઓમાં પૂર્વ મેયર જનક કોટક, શહેર પૂર્વ પ્રમુખ કમલેશ જોશીપુરા, પૂર્વ પ્રમુખ જીતુભાઈ શાહને બોલાવવામાં આવશે તેમજ પૂર્વ સાંસદ શિવલાલ વેકરિયા,પૂર્વ ધારાસભ્ય ટપુભાઈ લીબસિયાને પણ બોલાવ્યા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત રાજ્યસભના સાંસદ અભય ભારદ્વાજ, પૂર્વ પ્રમુખ પ્રતાપ કોટક, પૂર્વ પ્રમુખ રમેશ રૂપાપરા પણ ઉપસ્થિત રહેશે. સાથે જ જનસંઘના 200 જેટલા કાર્યકરો ને બોલાવી પાટીલ તેમની મુલાકાત કરશે.