બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

પાટીલનો પાવર: જેની ટિકિટ માટે ભલામણ આવશે તેને નહિ મળે, નેતાઓના જૂથવાદમાં કાર્યકરો ન જોડાય...

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાલ સૌરાષ્ટ્રની મુલાકાતે છે જ્યાં તેમનો સૌરાષ્ટ્ર પ્રવાસ સોમનાથ મહાદેવના દર્શન કરતાં સાથે કર્યો હતો. ત્યારબાદ તેઓ ખોડલધામ ગયા જ્યાં તેમના રજતતુલા કરવામાં આવી, આ સાથે ખોડલધામ સંકુલમાં કોઈ પણ રાજકીય આગેવાન ની રજત તુલા થવી તે પ્રથમ ઘટના બની. ત્યારબાદ ગોંડલ થઈ રાજકોટ આવી પહોંચ્યા હતા. રાજકોટમાં બાઈક રેલી બાદ રાજકોટ શહેર ભાજપ દ્વારા આયોજિત અભિવાદન સમારોહ રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ આત્મીય હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.જ્યાં સી.આર.પાટીલ આક્રમક મૂડમાં જોવા માંડ્યા હતા.



સી.આર.પાટીલે પોતાના સંબોધનની શરૂઆતમાં જણાવ્યું હતું કે, જેટલાં પણ હોલમાં ઉપસ્થિત લોકો કે જેઓ તમામ પેજ પ્રમુખ છે અગર તેઓ પેજ સમિતિ બનાવે અને તે પેજ પર આવેલ ૩૦ મતદારો કે પછી ૧૦ ઘરનું ધ્યાન રાખે તો કોઈ પણ ચૂંટણી જીતવી આસાન થઈ જાય. આટલું જ નહિ, આવનારા ત્રણ દિવસમાં પેજ સમિતિ બનાવી શહેર પ્રમુખને સોંપવા તાકીદ પણ કરી.



આ ઉપરાંત આગામી ચૂંટણીમાં ટિકિટ મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે જણાવ્યું હતું કે, જે કોઈને આગામી મહાનગરપાલિકા ની ચટણી લડવા ઈચ્છુક છે તેઓએ તે જે વોર્ડમાં રહે છે અને જે તે બૂથમાં છેલ્લી ચાર ચૂંટણીમાં કેટલી લીડ મળી તે આધારે નક્કી થશે. તેની કામગીરી આધારિત ટિકિટ મળશે. જે કોઈ ભલામણ સાથે આવશે તેને ટિકિટ નહિ મળે, પછી તે મુખ્યમંત્રી ની ભલામણ હશે તો પણ નહિ મળે. તેઓએ જણાવ્યું હતું કે ગોડ ફાધર ની ભલામણ આવશે તો મેરીટ ઘટશે, નહિ ભલામણ આવે તો મેરીટ વધશે. તમામ ઇચ્છુક વ્યક્તિઓના પોતાની વોર્ડ અને બૂથમાં કેવી કામગીરી રહી છે તે ડેટા આધારિત ટિકિટ મળશે.સાથે જ ટકોર કરતા જણાવ્યું હતું કે ભલે મુખ્યમંત્રી  રાજકોટના હોય તો પણ ઉમેદવારની કામગીરીને આધારે જ તેને ટિકિટ આપવામાં આવશે.

કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓની માહિતી પહોંચાડવા કે મદદરૂપ થવા માટે સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર હોવવુ જરૂરી નથી: વધુમાં સી.આર.પાટીલે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લઈને જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ૪૦૦ જેટલો યોજનાઓની જાહેરાત કરી છે, જેમાંથી ૬૦ જેટલો યોજનાઓ સીધી લોકો સુધી પહોંચી શકે છે. અને આ તમામ યોજનાઓ ની માહિતી પહોંચાડવા અથવા મદદરૂપ થવા માટે તમારે સાંસદ, ધારાસભ્ય કે કોર્પોરેટર હોવવુ જરૂરી નથી. ભાજપના પ્રાથમિક સભ્ય પણ લાભાર્થીઓ સુધી આ તમામ સરકારી યોજનાઓ પહોંચાડી શકે છે. આ ઉપરાંત તેમને કહ્યું કે જ્યારે કોઈનો જન્મદિવસ હોય તો ફકત સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકવાં ના બદલે કોઈને સરકારી યોજના ની લાભ આપવો અને તે પોસ્ટ મૂકશો તો વધુ લોકો સુધી તમારો મેસેજ પહોંચશે અને લોકો યાદ રાખશે.