ભાજપા શાસિત નગરપાલિકાઓના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓના નામની પસંદગીને લઈને ભાજપાએ કમર કસી...
સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં કોર્પોરેશન, નગર પાલિકા તથા 8 વિધાનસભાની પેટા
ચૂંટણી યોજાવવાની છે ત્યારે રાજકીય પક્ષોએ કમર કસવાનું ચાલુ કરી દીધું છે. ભારતીય
જનતા પાર્ટીના સંગઠનના માળખામાં ધરખમ ફેરફારના એંધાણ સર્જાઈ રહ્યા છે, ભાજપના નવ
નિયુક્ત પ્રદેશ અધ્યક્ષની પસંદગી બાદ હવે સંગઠનમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.ભાજપા શાસિત નગરપાલિકાઓના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓના નામની પસંદગીને લઈને ભાજપાએ કમર કસી, તા.૧૭ અને ૧૮ ઓગષ્ટે સંસદીય સમિતીની બેઠક યોજાશે.
જેને લઈને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા કેન્દ્રીયમંત્રી પરશોતમ રૂપાલાની ઉપસ્થિતિમાં તા.૧૭ અને ૧૮ ઓગષ્ટના રોજ સાંજે પાંચ વાગ્યાથી પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ,’ગાંધીનગર ખાતે સંસદીય સમિતીની બેઠક યોજાશે.
ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવ્યા અનુસાર, તા.૧૭ અને ૧૮ ઓગષ્ટના રોજ પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ’,ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં તથા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપા સંસદીય સમિતીની બેઠક યોજાશે જેમાં કેન્દ્રીયમંત્રી પરષોતમ રૂપાલા,સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા,પ્રદેશ મહામંત્રીઓ તથા પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
આગામી દિવસોમાં ગુજરાતની વિવિધ નગરપાલિકાઓના હોદેદારશ્રીઓની મુદત પૂરી થઇ રહી છે ત્યારે ભાજપા શાસિત નગરપાલિકાઓના પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓના નામની પસંદગી કરવાની પ્રક્રિયા આ સંસદીય સમિતીની બેઠકમાં હાથ ધરવામાં આવશે.