બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

મંદિર પર સંગ્રામઃ મહારાષ્ટ્રમાં મંદિરો ખોલવા BJP દ્વારા આંદોલન શરુ

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધોમાં હાલ મંદિરોના કપાટ બંધ રાખવામાં આવ્યા છે. આ બાબતે ઉદ્ધવ ઠાકરે સરકાર સામે વિરોધ ચાલી રહ્યો છે. મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યકર્તાઓએ રાજ્યમાં આવેલા અગત્યના મંદિરો બહાર પ્રદર્શન કર્યા. બીજેપી કાર્યકર્તાઓએ રાજ્ય સરકારની વિરુદ્ધ આંદોલન દરમિયાન મદિરા ચાલુ, મંદિર બંધ જેવા પ્લેકાર્ડ્સનો પણ ઉપયોગ કર્યો. તેઓએ માંગ કરી છે કે રાજ્યમાં શ્રદ્ધાળુઓ માટે તમામ મંદિરોના કપાટ ખોલી દેવામાં આવે.


વિરોધ પ્રદર્શન દરમિયાન ઘટના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ દળ ઉપસ્થિત હતું. બીજેપી કાર્યકર્તાઓએ બેરિકેડિંગ તોડીને મંદિરમાં ઘૂસવાનો પ્રયાસ પણ કર્યો. વિરોધ પ્રદર્શનની આગેવાની કરી રહેલા બીજેપી નેતા પ્રવીણ દારેકરે કહ્યું કે રાજ્યમાં દારૂ અને વાઇનની દુકાનો ખોલી દેવામાં આવી છે પરંતુ તેમના વિશે કોઈ વિચારશે જે માનસિક શાંતિ માટે મંદિર જાય છે.


બીજેપી નેતાએ કહ્યું કે, દારૂ વેચવાની દુકાનો ખુલી છે, ત્યાં સુધી કે હોમ ડિલવરી પણ થઈ રહી છે. પરંતુ જે લોકો પોતાની માનસિક શાંતિ માટે મંદિર જવા માંગે છે, તેમના વિશે કોણ વિચારશે? સરકાર નાના વેપારીઓ વિશે નથી વિચારતી જેની આજીવિકા મંદિરો પર નિર્ભર કરે છે. સરકાર અહંકારથી ભરેલી છે.


મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 7089 નવા કેસ, 165 લોકોનાં મોત

મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19ના 7089 નવા કેસ સામે આવ્યા, જેના કારણે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 15,35,315 થઈ ગઈ. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે સંક્રમણથી 165 દર્દીનાં મોત થયા. ત્યારબાદ મૃતકોની કુલ સંખ્યા વધીને 40,514 થઈ ગઈ. સોમવારે દિવસ દરમિયાન સારવાર બાદ 15,656 દર્દીઓને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી. ત્યારબાદ સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 12,81,896 થઈ ગઈ. રાજ્યમાં હવે 2,12,439 દર્દીઓની સારવાર ચાલી રહી છે.


મહારાષ્ટ્રમાં મંદિરોની બહાર પ્રદર્શન

આ પહેલા રવિવારે બીજેપીના મહારાષ્ટ્ર એકમે રાજ્યમાં કોવિડ-19 મહામારીને કારણે બંધ મંદિરોને ફરી ખોલવાની માંગને લઈને 13 ઓક્ટોબરે આયોજિત ધાર્મિક સંગઠનોના સાંકેતિક ઉપવાસને પોતાનું સમર્થન આપવાની જાહેરાત કરી હતી.