બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

This browser does not support the video element.

કોરોના કાળમાં ભાજપના નેતાઓ ભુલી રહ્યા છે ભાન ??

ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ રાષ્ટ્રીય ટીમમાં પસંદગી થયા બાદ તેઓ પ્રથમવાર ભાવનગર આવ્યા ત્યારે ભાવનગર શહેર ભાજપ ને જિલ્લા ભાજપ દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું , જોકે ભારતીબેન ના સ્વાગત માં આગેવાનો કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ નું ભાન ભૂલ્યા હતા અને ટોળે વળી ભારતીબેન સ્વાગતમાં લાગ્યા હતા.

ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળ ની ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાત માંથી રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે વરણી થયા બાદ આજે તેઓ પહેલીવાર ભાવનગર આવ્યા ત્યારે રસ્તામાં તેમનું ઠેર ઠેર ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર શહેર ભાજપ તેમજ ભાવનગર જિલ્લા ભાજપ દ્વારા ભાવનગર શહેરના એન્ટ્રી ગેટ એવા નારીચોકડી થી એક વિશાળ રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં શહેર અને જિલ્લાના ભાજપના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.ભારતીબેન શિયાળનું ઠેર ઠેર પુષ્પથી સ્વાગત કરાયું હતું .જોકે ભારતીબેન ના સ્વાગત માં ભાજપના કાર્યકરો અને આગેવનો કોરોના ભૂલી ગયા હોય તેમ અહીંયા પણ સોશિયલ ડિસ્ટન્સ ના નિયમનો ભંગ થતો જોવા મળ્યો હતો