બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શન મામલે સારા ખાનની 5 કલાક અને શ્રદ્ધા કપૂરની 6 કલાક કરાઈ પૂછપરછ
સારાએ કહ્યું, સુશાંત સાથે રિલેશનશિપમાં હતી
સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો છે કે સારાએ NCBની પૂછપરછમાં કહ્યું હતું કે 'કેદારનાથ'ના શૂટિંગ દરમિયાન બંને વચ્ચેના સંબંધોની શરૂઆત થઈ હતી. ફિલ્મના શૂટિંગ બાદ તે સુશાંતના કેપ્રી હાઉસના ઘરમાં રહેવા જતી રહી હતી.
બંને પાંચ દિવસ માટે થાઈલેન્ડના કોહ સમુઈ આયલેન્ડમાં ગયા હતા અને અહીંયા પાર્ટી કરી હતી. સારાએ કહ્યું હતું કે સુશાંત શૂટિંગ દરમિયાન ડ્રગ્સ લેતો હતો.
શ્રદ્ધાએ કહ્યું, સુશાંત ડ્રગ્સ લેતો હતો
સૂત્રોના હવાલેથી દાવો કરવામાં આવ્યો હતો કે પૂછપરછમાં શ્રદ્ધાએ ડ્રગ્સની વાત કબૂલી હતી, પરંતુ તેણે ડ્રગ્સ લેવાની વાતનો ઈનકાર કર્યો હતો. શ્રદ્ધાએ કહ્યું હતું કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. તેણે વેનિટી વેનમાં સુશાંતને ડ્રગ્સ લેતા જોયો હતો. 'છિછોરે'ની પાર્ટીમાં ડ્રગ્સનો ઉપયોગ થયો હતો પરંતુ તેણે ડ્રગ્સ લીધું નહોતું.