બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હવે બૉલીવુડ આવ્યું મેદાનમાં : 38 પ્રોડ્યૂસરોએ બેજવાબદાર રિપોર્ટિંગ બદલ બે ન્યૂઝ ચેનલ સામે કર્યો કેસ

શાહરુખ, આમિર, સલમાન, કરણ જોહર સહિત 38 પ્રોડ્યુસરોએ બેજવાબદાર રિપોર્ટિંગ બદલ રિપબ્લિક TV અને ટાઇમ્સ નાઉ સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ કર્યો. ફરિયાદમાં મીડિયા ટ્રાયલ, સમગ્ર બોલિવૂ઼ડ અને તેમાં સામેલ લોકો સામે અપશબ્દોનો પ્રયોગ, રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ જેવી ફરિયાદો કરવામાં આવી છે. આ પ્રોડક્શન હાઉસોએ રિપબ્લિક ટીવી અને ટાઇમ્સ નાઉ અને તેના કર્તાહર્તાઓ સામે ફરિયાદ નોંધાવી છે.


સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી પહેલી જ વાર સમગ્ર બોલિવૂડ એકસાથે વિરોધ કરવા આગળ આવ્યું છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી ટેલિવિઝન ન્યૂઝ ચેનલોએ જે રીતે બૉલિવૂડને ટાર્ગેટ કરીને ચોવીસ કલાકની મીડિયા ટ્રાયલ શરૂ કરી હતી તેની સામે હવે બૉલિવૂડે કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે. બૉલિવૂડનાં 38 પ્રોડક્શન હાઉસ અને સંસ્થાઓએ ન્યૂઝ ચેનલો સામે દિલ્હી હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. દાખલ થયેલી FIRમાં રિપબ્લિક ટીવી અને તેના અર્નબ ગોસ્વામી તથા પ્રદીપ ભંડારી ઉપરાંત ટાઇમ્સ નાઉ ચેનલનાં નવિકા કુમાર તથા રાહુલ શિવશંકરનાં નામ છે.


દાખલ થયેલી ફરિયાદમાં લખવામાં આવ્યું છે કે ન્યૂઝ ચેનલો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે બોલિવૂડ અને તેના સભ્યોની વિરુદ્ધ બેજવાબદાર, અપમાન જનક ટિપ્પણીઓ ન કરવી જોઇએ અને મીડિયા ટ્રાયલ ન ચલાવવી જોઇએ તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોના રાઇટ ટુ પ્રાઇવસીને માન આપવું જોઇએ.