બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સમય સાથે બદલાય છે Breast Milk.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની (WHO) સાથે દુનિયાભરના મોટાભાગના ડોક્ટર્સ આ સલાહ આપે છે કે, જન્મથી લઇને 6 મહિના સુધી નવજાત શિશુને (Infant) માત્ર માતાનું દૂધ જ પીવડાવું જોઇએ. માતાનું દૂધ (Breast Milk) શિશુ માટે અમૃત હોય છે. આ તો આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પરંતુ વૈજ્ઞાનિક રિસર્ચમાં પણ તે સાબિત થયું છે કે, માતાનું દૂધ શિશુની રોગ પ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યૂનિટી (Immunity) વધારવામાં ફાયદાકારક છે.

માતાના દૂધથી બાળકના શરીરમાં પહોંચે છે ગુડ બેક્ટેરીયા
બ્રેસ્ટ મિલ્કમાં (Breast Milk) ઘણા પ્રકારના ગુડ બેક્ટેરિયા (Good Bacteria) હોય છે. જેમાં સમયની સાથે ઘણા ફેરફાર થતા હોય છે. આ ગુડ બેક્ટેરિયા માતાના દૂધ દ્વારા બાળકના શરીરમાં પહોંચે છે. જે નવજાત શિશુ માટે ઇમ્યૂનિટી અને મોટાબોલિઝ્મ બૂસ્ટર શોટ એટલે કે, બીમારીઓથી બચાવતી રસીની જેમ કામ કરે છે. કેનેડા સ્થિત મોન્ટ્રિયલ અને ગૌટેમાલાના વૈજ્ઞાનિકોએ આ નવું રિસર્ચ પૂર્ણ કર્યું જે માઇક્રોબાયોલોજીમાં ફ્રન્ટીઅર્સ ઇન જર્નલમાં પ્રકાશિત થયું છે.શિશુને સુરક્ષિત રાખે છે માતાનું દૂધ.

સંશોધનકર્તાઓએ બ્રેસ્ટ મિલ્કમાં (Breast Milk) માઇક્રોબાયોમ (Microbiome) એટલે કે, સૂક્ષમ જીવોની એક સંપૂર્ણ શ્રૃંખલાની ઓળખ કરી છે. માઇક્રોબાયોમ બેક્ટેરિયાની (Microbiome Bacteria) આ પ્રજાતિ બ્રેસ્ટ મિલ્કમાં શું મહત્વની ભૂમિકા નિભાવે છે આ વિશે હજુ સુધી વૈજ્ઞાનિકોને ખુબ ઓછી જાણકારી હતી. એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ગુડ બેક્ટેરિયા નવજાત શિશુના જઠરાંત્રિય (Gastrointestinal) એટલે કે પાચન તંત્રને સુરક્ષિત રાખે છે અને કોઈપણ પ્રકારની એલર્જીથી બચાવી લાંબા સમય સુધી બાળકનું સ્વાસ્થ્ય ખરાબ થવાથી બચાવે છે.