કોરોનાના કહેર વચ્ચે BSNLએ લોન્ચ કર્યો ધમાકેદાર વર્ક ફ્રોમ હોમ પ્લાન, એક પણ રૂપિયાના ખર્ચ કર્યા વગર મળશે આ મહત્વના ફાયદા...
આખી દુનિયામાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે વધારેમાં વધારે લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. કોરોનાને ફેલાવતો રોકવા માટે સરકાર પણ લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપી રહી છે. આખા દેશમાં 21 દીવસ માટે લોકડાઉન છે. એવામાં BSNL (ભારત સંચાર નિગમ લીમીટેડ) ઘરેથી કામ કરનાર લોકોની સહાયતા કરવા માટે એક સારો પ્લાન લાવ્યુ છે. વર્ક ફ્રોમ હોમમાં કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે સરકારના ઓરનશિપ વાળી કંપની BSNL યુઝર્સ માટે ફ્રી ઈન્ટરનેટ પ્લાન ઓફર કરી રહી છે. કંપનીના વર્ક ફ્રોમ હોમ પ્લાનમાં ગ્રાહકોને એક પણ રૂપિયાનો ખર્ચ નહિ કરવો પડે. એક ખબર પ્રમાણે BSNL આ પ્લાનનો ફાયદો ફક્ત હાલના લેન્ડલાઈન કનેક્શન વાળા બ્રોડબેન્ડ યુઝર્સને જ આપવામાં આવશે.
BSNL પ્લાનના મહત્વના ફાયદાઓ
પ્લાનમાં મળી રહેલા ડેટા બેનીફીટની વાત કરવામાં આવે તો તેમાં ગ્રાહકોને દરરોજ 5 જી.બી ડેટા આપવામાં આવી રહ્યો છે. જેમાં સ્પીડ 10 Mbps ની રહેશે, અને એક વખત 100% ડેટા નો ઉપયોગ કર્યા બાદ યુઝરની સ્પીડ ઓછી થઈને 1 Mbps થઇ જશે.
જણાવવામાં આવી રહ્યું છે કે આ પ્લાન અંદમાન અને નિકોબાર સહીત દરેક સર્કલ્સમાં બ્રોડબેન્ડ યુઝર્સને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.