બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

હવે તમારું આધાર બનાવો ATM કાર્ડ જેવું. એ પણ ઓનલાઇન PVC આધાર કાર્ડ

આધાર કાર્ડ એ એક મહત્ત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. મોટાભાગે તેને ઓળખપત્ર તરીકે વાપરવામાં આવે છે. પહેલા તે એક કાગળનું કાર્ડ હતું પરંતુ હવે તમારું આધાર કાર્ડ બદલાઈ ગયું છે.આધાર કાર્ડને પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ (PVC) પર રિપ્રિન્ટ કરાવવામાં આવેશે. આ કાર્ડ તમારા ATM કાર્ડ અથવા ડેબિટ કાર્ડની જેમ સરળતાથી તમારા વોલેટમાં રાખી શકોછો.જલ્દી ખરાબ થઈ જવાની ચિંતા પણ કરવાની જરૂર નથી.

કેવી રીતે PVC આધાર કાર્ડ બનાવવું. 

  • સ્ટેપ 1: પ્રથમ https://urise.up.gov.in/ પર  વેબસાઇટની મુલાકાત લો.
  • સ્ટેપ 2: આ વેબસાઈટ પર 'My Aadhaar' સેક્શનમાં જઈને 'Order Aadhaar PVC Card' પર ક્લિક કરો.
  • સ્ટેપ 3: તમારો આધારનો 12 ડિજિટનો નંબર અથવા 16 ડિજિટનું વર્ચ્યુઅલ ID અથવા 28 ડિજિટનો આધાર એનરોલમેન્ટ આઈડી (EID) નંબર નાખો.
  • સ્ટેપ 4: ત્યાર બાદ તમારે  કેપ્ચા ભરવો પડશે.
  • સ્ટેપ 5: Send OTP પર ક્લિક કરો.
  • સ્ટેપ 6: આપવામાં આવેલા પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. તમારે અહીં 50 રૂપિયાની ફી ચૂકવવી પડશે.
  • સ્ટેપ 7: પેમેન્ટ પૂર્ણ કર્યા પછી, તમારા આધાર PVC કાર્ડની ઓર્ડર પ્રોસેસ પૂરી થઈ જશે.