બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, ખેડૂતોએ પ્રોજેક્ટનો કર્યો વિરોધ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન નવી સમસ્યાઓમાં છેબુલેટ ટ્રેન પ્રોજેક્ટ ને માટે ખેતીની જમીન સંપાદન કરવા મામલે ખેડૂતોનો વિરોધ થઇ રહ્યો છે. દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો જમીન અધિગ્રહણની રીતથી સંતુષ્ટ નથી.હાઇકોર્ટે પણ બધી અરજીઓ ફગાવી દેતા ખેડૂતો હવે જાપાની કંપની ઝીકા વિરૂદ્ધ જાપાનની કોર્ટમાં લડવા માટે ચેતવણી આપે છે

ભારત સરકારનો જાપાન સરકાર સાથે કરાર

ગુજરાતનાં ખેડૂતો બુલેટ ટ્રેન મામલે જાપાનની કોર્ટમાં કંપની વિરૂદ્ધ ફરિયાદ કરવાની માહિતી મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. દક્ષિણ ગુજરાતનાં ખેડૂતો જાપાનની કંપની ઝીકા ઉપર દબાણ લાવવા કોર્ટમાં જશે. જાપાનની કોર્ટમાં કેસની તૈયારી કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. જમીન અધિગ્રહણનું કાર્ય 40% જ પૂર્ણ થયું હોવાનું ગુજરાત ખેડૂતોનું કહેવું છે.

દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોએ જણાવ્યું કે,“કંપની અમારી સાથે અન્યાય કરી રહી છે. જમીન અધિગ્રહણની રીત ગુજરાત અને મહારાષ્ટ્રમાં અલગ છે. એજ રીતે ગુજરાત, મહારાષ્ટ્ર માટે અલગથી નિયમો પણ બનાવવામાં આવ્યાં છે. ત્યારે કંપની એક છે, પ્રોજેક્ટ એક છે તો જાપાનની કંપની ગુજરાત અને મહારાષ્ટ્રનાં ખેડૂતો સાથે અલગ-અલગ રીતે કેવી રીતે વર્તી શકે.”

ગુજરાત હાઇકોર્ટે દક્ષિણ ગુજરાતનાં ખેડૂતોની 123 અરજીઓ ફગાવી દીધી

ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે,“ગુજરાત સરકારે જમીન સંપાદન અધિનિયમમાં જે ફેરફાર કર્યો છે તે કરવાનો તેને અધિકાર છે. જો કે ખેડૂતોનો વળતરનો મુદ્દો હાઈકોર્ટે હજી ખુલ્લો રાખ્યો છે સાથે-સાથે સરકારે ચૂકવેલ વળતરને યોગ્ય પણ ગણાવ્યું છે. જો ખેડૂતોને હાલના વળતરથી સંતોષ ન હોય તો ભૂતકાળમાં રાજ્યમાં હાઈ-વે અને એક્સપ્રેસ હાઇ-વે નિર્માણમાં ખેડૂતોને ચૂકવવામાં આવેલા વળતરને આધારે તેઓ રજૂઆત કરી શકે છે. પ્રોજેક્ટનાં સોશિયલ ઇમ્પેક્ટ ઍસેસમૅન્ટનો મુદ્દો પણ હાઈકોર્ટે ફગાવી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું કે એ થયું નથી પરંતુ ઝીકાની ગાઇડલાઇન મુજબ જે સર્વે થયો છે તે વ્યાજબી છે.”

ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે આ ચુકાદા અંગે નિરાશા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “ચુકાદો વાંચીને આગળની રણનીતિ નક્કી કરીશું. સુપ્રીમ કોર્ટમાં જવાનો માર્ગ ખુલ્લો છે અને એ સિવાય જમીની સ્તરે પણ લડત આપવામાં આવશે. ગુજરાત હાઈકોર્ટે જમીન સંપાદન મામલે ચુકાદા આપી પ્રોજેક્ટ આગળ વધારવા લીલી ઝંડી પણ આપી દીધી હતી.”