સાબરમતી નદીમાં બોયા લગાવાયા, સી પ્લેન માટેની તૈયારી.
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સી પ્લેન શરૂ કરવાની તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. સી પ્લેનના પાયલોટ ટેકઓફ અને લેન્ડિંગ માટે ચોક્કસ સ્થાન જોઈ શકે તે માટે સાબરમતી નદીમાં બોયા લગાવાઈ રહ્યા છે. સાબરમતી નદીમાં તરતા આ માર્કર સ્પોટની મદદથી ઉતરાણ કરતી વખતે પાયલોટ જાણી શકશે કે તેણે કયા સ્થાન પર ઉતરાણ કરવાનું છે.
સાબરમતી નદીમાં 19 જેટલા બોયા બેસાડવાનું કામ શરૂ કરાયું છે જેટી ફિટ કરાઈ છે ત્યાંથી દર 200 - 200 મીટરના અંતરે બોયા લગાવવાનું કામ શરૂ કરાયું છે.
નદીમાં નીચે સીંકર ફિટ કરાશે. જેની સાથે સાંકળની મદદથી બોયાને બેસાડવામાં આવી રહ્યા છે. સીંકર નદીમાં ફિક્સ રહેશે. જેની સાથે સાંકળની મદદથી ફિટ કરાયેલા બોયા સાબરમતી નદીમાં ફિક્સ જગ્યા પર તરતા જોવા મળશે.