બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

હવામાં ઓકસીજનની કાયમ અછત રહેતી હોવાથી આ શહેરમાં માચિસ સળગાવવી એક ચેલેન્જ છે.

આ વિશ્વનું આ સ્થળ કુદરતી રીતે જ ફાયરપ્રૂફ ગણાય છે. દુનિયાના નાના મોટા શહેરોમાં આગ લાગવાની દુર્ઘટનાઓ છાશવારે બનતી હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા ફાયર બ્રિગેડ ફોર્સ તૈનાત રાખવામાં આવે છે. ઘણી વાર તો ઓસ્ટ્રેલિયા તથા એમેઝોનના જંગલોમાં લાગતી આગ એટલી બધી ભીષણ હોય છે કે મહિનાઓ સુધી બુઝાતી નથી પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે દક્ષિણ અમેરિકામાં આવેલા બોલિવિયા દેશના પાટનગર લા પેઝમાં આગ લાગવાની એક પણ ઘટના બનતી નથી. આનું કારણ લા પાઝ શહેરનું ફાયરપ્રુફ મેનેજમેન્ટ નહી પરંતુ કુદરતી વાતાવરણ જવાબદાર છે. 

બોલિવિયાનું લા પાઝ સમુદ્રની સપાટીથી ૧૨૦૦૦ ફુટની ઊંચાઇ પર આવેલું હોવાથી ઓક્સીજનની એટલી કમી રહે છે કે માચિસ પણ ખૂબ પ્રયત્નપુર્વક સળગાવવી પડે છે. ફાયર માટે વાતાવરણમાં ઓક્સીજનની પુરતા પ્રમાણમાં હોવો જરુરી છે પરંતુ અહીના વાતાવરણમાં નોર્મલ ઓક્સીજન હોવો જોઇએ તેના કરતા ત્રીજા ભાગનો રહે છે.

દુનિયામાં સૌથી ઊંચાઇ પર આવેલા પાટનગર લા પાઝનું સરેરાશ તાપમાન ૧૦ ડિગ્રી જેટલું રહે છે. આ શહેરની સ્થાપના ૫૦૦ વર્ષ પહેલા સ્પેનિશોએ કરી હતી. સ્પેનિશ ભાષામાં લા પાઝનો અર્થ .'અવર લેડી ઓફ પીસ.' એવો થાય છે. ૩૦૦ થી પણ વધુ ઓફિશિયલ ભાષાઓ ધરાવતા બોલિવિયા દેશની મુલાકાતે આવતા લોકોને 9 લાખની વસ્તી ધરાવતા લા લાઝ શહેરનું ખૂબજ આકર્ષણ રહે છે.

બહારથી આવતા પ્રવાસીઓ ઓક્સીજનની અછતના પગલે થોડાક સમય માટે તો ગુંગળામણ અનુભવતા રહે છે. તેમ છતાં લા પાઝના વિશિષ્ટ વાતાવરણનો અનુભવ કરવો તેમને ગમે છે. જો કે અહીંયા રહેતા લોકો લા પાઝના વિશિષ્ટ વાતાવરણથી ટેવાઇ ગયા છે.

આગથી થતા નુકસાનને કારણે વિકસિત અને વિકાસશિલ દેશોમાં વીમા કંપનીઓએ ગ્રાહકોને અબજો રૃપિયા ચૂકવવા પડે છે. મકાનોના બાંધકામમાં આગ પ્રુફ ડિઝાઇનની માંગ વધી રહી છે ત્યારે બોલિવિયાનું લા પાઝ શહેર કુદરતી રીતે જ આગથી રક્ષિત રહેવાનું વરદાન ધરાવે છે.