ક્યાં ઉધોગપતિ ની તપાસ પર આપવામાં આવ્યો હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો સ્ટે...
સુરતના ચકચારી મહિલા શિક્ષિકાની છેડતી મામલો આરોપી ઉદ્યોગપતિ ચુની ગજેરાને ગુજરાત હાઈકોર્ટે મોટી રાહત આપી છે. આજે હાઇકોર્ટે ચુની ગજેરા સામે થયેલી પોલીસ ફરિયાદની તપાસ પર સ્ટે આપ્યો છે. પોલીસ તપાસ કરવા પર મનાઈ હુકમ ફરમાવી વચગાળાની રાહત ચુની ગજેરાને આપી છે. આરોપી ગજેરાએ પોતાની સામે થયેલા આક્ષેપો ખોટા હોવાની ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરતી અરજી કરી હતી. ઉદ્યોગપતિ અને ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુની ગજેરા વિરુદ્ધ છેડતીની ફરીયાદ નોંધાઇ હતી