બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા શ્રી રવિ શંકર પ્રસાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર કોરોના સામેની લડાઈને નબળી પાડવાનો આરોપ મૂક્યો

કેન્દ્રિય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા રવિ શંકર પ્રસાદે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કરતાં દેશમાં કોરોના સામેની લડાઈને નબળી પાડવાનો આરોપ મૂક્યો છે. આજે દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં શ્રી પ્રસાદે જણાવ્યુ હતું કે રાહુલ ગાંધી જુઠાણા ફેલાવી રાષ્ટ્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ નકારાત્મકતા ફેલાવીને કોરોના સામેની લડાઈનો સંકલ્પ નબળો પડી રહ્યા છે. 

શ્રી રવિશંકર પ્રસાદે જણાવ્યુ હતું કે એક સમયે રાહુલ ગાંધી એ એવું કહ્યું હતું કે લોક ડાઉન એ કોવિડ 19નો ઉકેલ નથી, અને હવે કોંગ્રેસની પંજાબ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સરકાર લોક ડાઉન વધારવાના પક્ષમાં છે. તેમણે શ્રમિક સ્પેશિયલ ટ્રેન અંગે પણ ખોટો આક્ષેપ કરવાનો કોંગ્રેસ નેતા ઉપર આક્ષેપ મૂક્યો હતો.