બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગતા 3 લોકોના મોત, હજારો લોકોનું કરાયું સ્થળાંતર

કોલિફોર્નિયાના જંગલોમાં ફરી એક વખત ભીષણ આગ ભભૂકી છે. થોડા સમય પહેલા પણ કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી હતી જેના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. તો સામે ઘણું મોટુ નુકસાન પણ થયું હતું. ત્યારે હવે ફરી એક વખત ઉત્તરી કેલિફઓર્નિયાના સોનોમા કાઉન્ટીમાં સોમવારે ભારે પવન સાથે આગ લાગી છે. આગની ઝપેટમાં આવીને અનેક ઘરો બળી ગયા છે. તો  વિસ્તારના 70 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તો આગના કારણે ત્રણ લોકોના જીવ પણ ગયા છે. નાપા અને સોનોમા કાઉન્ટીમાં અલગ અલગ 30 જગ્યાઓ પર નાની મોટી આગ લાગી છે. ત્રણ વર્ષ પહેલા પણ આ વિસ્તારમાં આવી ભીષણ આગ લાગી હતી, જેના કારણે 22 લકોના જીવ ગયા હતા.

  • એક તરફ કોરોના મહામારી અને બીજી તરફ ભીષણ આગના કારણે કેલિફોર્નિયાની હાલત કફોડી

અત્યાર સુધીમાં લગભગ 68000 લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા છે. તો બાકીના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમને સુચના આપી છે કે ગમે ત્યારે આ જગ્યા છોડીને જવા માટે તૈયાર રહો. અકબાજુ કોરોના મહામારી અને બીજી તરફ આગના કારણે કેલિફોર્નિયામાં હાહાકાર મચ્યો છે. કેલિફોર્નિયા રાજ્યના ગવર્નરે આ આગને 2020ની સૌથી ભીષણ આપત્તિ ગણાવી છે. 

રાજ્યના ગવર્નરે કહ્યું કે જંગલોમાં લાગેલી આ આગને કારણે કેલિફોર્નિયાના ઇતિહાસમાં સૌથી મોટુ નુકસાન થાય તેવી શક્યતા છે. અત્યાર સુધીમાં 30 લાખ એકર કરતા પણ વધારે જમીન આગની ઝપેટમાં આવી ચુકી છે. અત્યાર સુધીમાં આગના કારણે અનેક મકાનો બળીને રાખ થઇ ગયા છે. તો અનેક મકાનોને નુકસાન પણ થયું છે. રાજ્યનો ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરી રહી છે.