બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

દરેક સિઝનમાં તમારી કારને સુરક્ષિત રાખશે કાર અમ્બ્રેલા

ગરમી હોય કે વરસાદ, પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા ન હોવાને લીધે ઘણા લોકો ખૂલી જગ્યામાં જ કાર પાર્ક કરતા હોય છે. તેનું પરિણામ એ આવે છે કે તીવ્ર ગરમીથી કેટલાક સમય બાદ કલર ફેડ અને પેઈન્ટમાં ક્રેક આવવા લાગે છે તો વરસાદમાં કાટ લાગવાનું ટેન્શન વધી જાય છે. બાકી રહેલું કામ પક્ષીઓ તેમની ગંદકીથી પૂરુ કરે છે. તેનાથી પણ કારને નુક્સાન થાય છે. જો તમે પણ આ સમસ્યાથી પીડિત છો અને કાર સુરક્ષિત રાખવા માટેનો વિકલ્પ શોધી રહ્યા છો તો તમે car umbrella (કાર અમ્બ્રેલા) ખરીદી શકો છો. તેને દરેક ઋતુમાં ઉપયોગમાં લઈ શકાય છે. કાર અમ્બ્રેલા કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત તેમજ ફાયદા કયા છે આવો જાણીએ..

કાર અમ્બ્રેલા શું છે અને તે કેવી રીતે કામ કરે છે?

➡️ નામથી માલુમ પડે છે કે આ એક પ્રકારની છત્રી છે, જેને ખાસ કાર માટે બનાવવામાં આવી છે. ગરમી અને વરસાદથી બચવા માટે જે રીતે આપણે છત્રીનો ઉપયોગ કરીએ છીએ તેવી રીતે કારને તેના નુક્સાનથી બચાવવા માટે કાર અમ્બ્રેલાનો ઉપયોગ થાય છે. અલગ અલગ સેગમેન્ટની કાર (સેડાન, હેચબેક) માટે અલગ અલગ સાઈઝની કાર અમ્બ્રેલા આવે છે તે લગભગ આખી કાર કવર કરે છે.

➡️ કાર અમ્બ્રેલા કાર્બન સ્ટીલ અને નાયલોનથી બને છે, જે તેને હળવી અને મજબૂત બનાવે છે. તેને બનાવવા માટે સિન્થેટિક કાપડનો ઉપયોગ થાય છે. તે મોટે ભાગે સિલ્વર કલરનો હોય છે, જેથી વધારેમાં વધારે સૂર્યના કિરણો રિફ્લેક્ટ થાય.

➡️ વજનમાં હળવી હોવાને કારણે તેને એક વ્યક્તિ આરામથી કેરી કરી શકે છે. કાર અમ્બ્રેલા ઓપન કર્યા બાદ તેને કારના ટોપ પર રાખવાની હોય છે. સેફ્ટી અને સિક્યોરિટી માટે તેમાં સેફ્ટી બેલ્ટ્સ મળે છે, જેના અંદર સ્ટીલ વાયર અટેચ હોય છે. તેને લીધે કાર અમ્બ્રેલાની કોઈ ચોરી કરી શકતું નથી. તેમાં એન્ટ્રી વિન્ડ હૂક પણ મળે છે. તેને કારના ચારેય ખૂણામાં લગાવવાના હોય છે, જેથી ભારે પવનમાં પણ તે પોતાની જગ્યાએ જ રહે છે.

કિંમત

કાર અમ્બ્રેલાનું ચલણ વિદેશમાં વધારે છે. ભારતમાં આ પ્રોડક્ટ નવી છે. તેથી સીમિત જગ્યાએ જ તે અવેલેબલ હોય છે. એમેઝોન પર તે 8 હજાર રૂપિયાની પ્રારંભિક કિંમતમાં મળે છે. ઈ કોમર્સ સાઈટ પર ઓટોમેટિક અમ્બ્રેલા પણ અવેલેબલ છે, તેને રિમોટથી ઓપરેટ કરી શકાય છે. જોકે તેની કિંમત વધારે છે.