બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

CBSE દ્વારા લેવામાં આવ્યો મહત્વપૂર્ણ નિર્ણય, દેશના લાખો વિદ્યાર્થીઓને થશે અસર...

સમગ્ર દેશ દુનિયા અને રાજ્યમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે ત્યારે તેની વ્યાપક પ્રમાણમાં અસર જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક તેની અસર તમામ વર્ગોને પડી રહી છે, રાજ્યમાં યોજવામાં આવેલ કેટલીય પરીક્ષાઓ પણ લેવામાં આવી નથી. આ બધાની વચ્ચે CBSE દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં લઈને CBSE દ્વારા ધોરણ 9 થી ૧૨ ના સીલેબસમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જયારે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓનું ભારણ ઘટાડવાને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે.




ઉલ્લેખનીય છે કે CBSE દ્વારા આ નિર્ણય લેતા પહેલા હજારો શિક્ષણવિદોની સલાહ લઈને ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે તેમ માનવામાં આવી રહ્યું છે તેમજ આ સમગ્ર જાણકારી CBSE એ પોતાના ઓફીશીયલ ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને આપી છે.