કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ – સીબીએસઇએ લોકડાઉનના કારણે ધોરણ-૧રની બાકી રહેલી પરીક્ષાઓ માટેની તારીખો જાહેર કરી
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ – સીબીએસઇએ લોકડાઉનના કારણે ધોરણ-૧રની બાકી રહેલી પરીક્ષાઓ માટેની તારીખો ગઇકાલે જાહેર કરી છે. આ સાથે સીબીએસઇએ ઉત્તર-પુર્વ દિલ્હીની ધોરણ-૧૦ ની પરીક્ષા માટેની તારીખો પણ જાહેર કરી છે આ પરીક્ષાઓ આગામી એક થી ૧પ જુલાઇ દરમિયાન યોજાશે.
સીબીએસઇ એ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે સામાજીક અંતર જાળવવા, માસ્ક પહેરવા તથા સેનીટાઇઝર રાખવાનો નિર્દેશ આપ્યો છે. બિમાર બાળકોને પરીક્ષા માટે ન મોકલવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર-પુર્વ દિલ્હીમાં ધોરણ-૧૦ ની પરીક્ષા હિંસા ના કારણે સ્થગિત કરાઇ હતી. જયારે ધોરણ-12 ની પરીક્ષાઓ, કોવીડ-૧૯ ના કારણે કરેલા લોકડાઉનના કારણે સ્થગિત કરાઇ હતી.