બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

Zydus Cadila ની ZyCov-D વેક્સીનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી, આટલા ડોઝ લેવા જરૂરી

કોરોના વાયરસને હરાવવા માટે દેશમાં ચાલી રહેલા વેક્સિનેશનના અભયાનમાં વધુ એક વેક્સિનનુ નામ સામેલ કરી દેવામાં આવ્યુ છે. ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની ત્રણ ડોઝવાળી કોરોના વેક્સિનને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ વેક્સિનનું નામ ઝાયકોવ-ડી રાખવામાં આવ્યું છે. ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટી દ્વારા શુક્રવારના આ વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ કરવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. તેની સાથે સરકાર દ્વારા ડ્રગ કંટ્રોલ જનરલ ઓફ ઈન્ડિયાની એક્સપર્ટ કમિટી દ્વારા ફાર્મા કંપની પાસેથી આ વેક્સિનના બે ડોઝના પ્રભાવ લઈને વધારાનો ડેટા પણ માંગવામાં આવ્યો છે.

તેની સાથે જેનેરિક દવા કંપની કેડિલા હેલ્થકેર લિમિટેડ દ્વારા ઝાયકોવ-ડીના ઈમરજન્સી ઉપયોગ કરવાની મંજૂરી માટે ગત એક જુલાઈના આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે આ અરજી 28 હજાર વોલન્ટિયર્સ પર કરાયેલા અંતિમ સ્ટેજના ટ્રાયલના આધારે કરવામાં આવી હતી. ત્યારે વધુ જાણકારી મળી છે કે, વેક્સિનનો એફિકેસી રેટ 66.6 ટકા જોવા મળ્યો હતો. જ્યારે એ પણ કહેવામાં આવ્યું છે કે, આ વેક્સિન 12 થી 18 વર્ષના કિશોરો માટે પણ સુરક્ષિત રહેશે. તેમ છતાં હજુ સુધી તેના ટ્રાયલ ડેટાનું પીયર રિવ્યૂ કરાયું નથી.

જ્યારે ઈમરજન્સી યુઝ બાદ આ વેક્સિનને સંપૂર્ણ રીતે મંજૂરી આપી દેવામાં આવશે જ્યારે આ ભારતની બીજી સ્વદેશી વેક્સિન રહેશે. આ અગાઉ ભારત બાયોટેક અને ICMR ની સાથે મળીને પ્રથમ સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવવામાં આવી હતી. તેની સાથે દેશમાં કુલ ચાર વેક્સિનને મંજૂરી અપાઈ છે. તેમાં કોવિશિલ્ડ, કોવેક્સિન, સ્પૂતનિક, મોડર્નાનો સમાવેશ થાય છે. તેની સાથે હવે ઝાયડસની વેક્સિન મળી આવતા રસીની સંખ્યા પાંચ પહોંચી ગઈ છે.