એક રૂપિયાનું મુલ્ય આ હોસ્પિટલ જાણે છે....જાણો શુ છે સમગ્ર મામલો...
દેશમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે-ધીરે હવે કોરોનાનો આંકડો પણ વધી રહ્યો છે. તેવામાં ચંદિગઢમાં આવેલી એક હોસ્પિટલ ચર્ચાનો વિષય બની છે. ચર્ચાનો વિષય એટલે કેમકે તે હોસ્પિટલે દર્દીને આપી રૂપિયા 1 નું ડિસ્કાઉન્ટ.
ચંદિગઢમાં આવેલી આશ્રય હોસ્પિટલએ કોરોના વાયરસની સારવાર લઈ રહેલ એક દર્દીને ડિસ્કાઉન્ટ આપ્યુ છે. કોરોનાની સારવાર લઈ રહેલ દર્દીનું કુલ બિલ 9,25,601 આવ્યું. ત્યારે હોસ્પિટલે પોતાની માણસાઈ બતાવી રૂપિયા એકનું દર્દીને ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું. આ દર્દી 24 ઓગષ્ટના રોજ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયો હતો અને 11 સપ્ટેમ્બરના રોજ તેમને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું તે સમયે બિલ પે કરવા માટે તેમના પરિવારના લોકો કેસ કાઉન્ટર પર ગયા હતા તે દરમિયાન હોસ્પિટલ કેસિયર દ્વારા તેમને રૂપિયા એકનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું હતુ