ઘરે બેઠા બનાવો ચીઝ ચીલી પરાઠા....તમે પણ કરો ટ્રાય
આજે અમે તમારા માટે ટેસ્ટી ચીલી પરાઠાની રેસિપ લઇને આવ્યા છીએ. મોટાભાગના આલુ, પનીર, મૂળાના પરાઠા બનાવવામાં આવે છે. પરંતુ તમે આ બધાથી હટકે કંઇક નવુ ટ્રાય કરી શકો છો. આ ચીઝ ચિલી પરાઠા બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તેને બનાવવામાં પણ વધુ સમય નથી લાગતો. તો ચાલો તમને જણાવીએ તેને બનાવવાની રેસિપી…
તો બનાવવા માટે આટલી સામગ્રી લાવીને રાખો
- લોટ-200 ગ્રામ
- લીલા મરચા- 4-5 બારીક કાપેલા
- કોથમીર- 1 ચમચી
- મીઠુ- સ્વાદ અનુસાર
- બટર- 2 ચમચી
- ચીઝ- 1/2 કપ
- કાળા મરી પાવડર- 1/2 ચમચી
બનાવવાની રીત આ મુજબ છે
- તેને બનાવવા માટે તમે સૌથી પહેલા મીઠુ નાખીને લોટ બાંધી લો. તે પછી તેને 5થી 7 મિનિટ માટે અલગ રાખી દો.
- તે બાદ હવે એક વાસણમાં ચીઝ, લીલા મરચા, કોથમીર અને કાળા મરી પાવડરને સારી રીતે મિક્સ કરી લો.
- તે બાદ બાંધેલા લોટમાંથી બે પાતળી રોટલી બનાવી લો.
- હવે એક રોટલી પર તૈયાર કરેલા મિશ્રણને નાંખીને ઉપરથી બીજી રોટલી મૂકો. બધી સાઇડની કિનારને સારી રીતે દબાવી દો.
- હવે એક પેનમાં માખણ લગાવીને ગરમ કરો અને પરાઠાને સારી રીતે શેકી લો.
- તૈયાર છે તમારા ચીઝ ચીલી પરાઠા. તમે તને લીલી ચટણી અને દહીં સાથે સર્વ કરી શકો છો.