બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

રૈના અને હરભજન સાથે ચેન્નઈ ટીમ કોન્ટ્રાક્ટ સમાપ્ત કરી શકે છે..

આઈપીએલ-13 શરૂ થયા પહેલા ચેન્નઈ સુપરકિંગ્સના દિગ્ગજ ખેલાડી સુરેશ રૈના અને હરભજન સિંહ અંગત કારણોસર નિકળી ગયા હતા. રૈના તો ટીમ સાથે યુએઈ પણ ગયો હતો અને મેનેજમેન્ટ સાથે તેના વિવાદના પણ સમાચાર આવ્યા હતા. ત્યાર પછી ટીમે બંનેના નામ પોતાની વેબસાઈટ પરથી દૂર કરી દીધા. મીડિયા રિપોર્ટ્સ મુજબ હવે ફ્રેન્ચાઈઝીએ મોટું પગલું ભરતા બંને ખેલાડી સાથે પોતાનો કરાર સમાપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આઈપીએલની હરાજીની ગાઈડલાઈન મુજબ 2018માં હરભજન સિંહ અને સુરૈશ રૈનાએ સીએસકે સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો હતો, જે 2020માં સમાપ્ત થઈ રહ્યો છે. સુરેશ રૈનાને દરેક સિઝનના 11 કરોડ અને હરભજનને 2 કરોડ મળતા હતા.


જોકે, ફ્રેન્ચાઈઝીના સીઈઓ કાશી વિશ્વનાથને આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમને જ્યારે સેલરી અંગે પુછાયું તો સ્પષ્ટ કહ્યું કે, ખેલાડી જ્યારે રમશે ત્યારે જ તેમને પૈસા અપાશે. જે રમતા નથી, તેમને કોઈ પૈસા અપાશે નહીં. આવતા વર્ષે સમયના અભાવને કારણે બીસીસીઆઈ પાસે મોટી હરાજીની અપેક્ષા ઓછી છે. આવતા વર્ષે નવેસરથી હરાજી થવાની હતી. આ સ્થિતિમાં રેના અને હરભજન પાસે સીએસકે સાથે કોઈ કરાર રહેશે નહીં. બની શકે કે, તેમને 2021 આઈપીએલ સિઝનથી પણ બહાર રહેવું પડે. જોકે, તમામ ટીમોને કેટલાક ખેલાડી બદલવાની તક મળી શકે છે. આથી જો તેમને તક મળે છે તો પણ સેલરીમાં મોટો કાપ આવી શકે છે.


રૈનાએ ચેન્નઈ તરફથી ત્રણ ટાઈટલ જીત્યાં છે
સુરેશ રૈના 2008થી લીગમાં ચેન્નઈ તરફથી રમી રહ્યો છે. ટીમે ત્રણ વખત ટાઈટલ જીત્યા અને રૈના આ દરમિયાન ટીમનો ભાગ રહ્યો. બે સિઝન માટે ટીમ પર બેન થતાં તે ગુજરાત લાયન્સ તરફથી રમ્યો. લીગની 193 મેચમાં રૈનાએ 33ની સરેરાશ સાથે 5368 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને 38 અડધી સદી છે. આ ઉપરાંત તેણે 25 વિકેટ પણ લીધી છે. ટી20 કારકિર્દીમાં તેણે કુલ 319 મેચમાં 8392 રન બનાવ્યા છે. જેમાં 4 સદી, 51 અડધી સદી અને 53 વિકેટનો સમાવેશ થાય છે.


હરભજને મુંબઈ અને ચેન્નઈ માટે 4 ટાઈટલ જીત્યાં
ઓફ સ્પિનર હરભજન સિંહે લીગની શરૂઆત 2008માં મુંબઈ તરફથી કરી હતી. 2017માં તે મુંબઈમાં જ રહ્યો અને ટીમ માટે 136 મેચ રમી. 2018માં તે ચેન્નઈ સાથે જોડાયો અને અત્યાર સુધી 24 મેચ રમી ચૂક્યો છે. તેણે મુંબઈ તરફથી ત્રણ અને ચેન્નઈ તરફથી એક ટાઈટલ જીત્યું છે. હરભજને આઈપીએલની 160 મેચમાં 150 વિકેટ લીધી છે. લીગના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 4 બોલર જ 150+ વિકેટ લઈ શક્યા છે. હરભજપને ટી20માં કુલ 265 મેચમાં 235 વિકેટ લીધી છે.