બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

બાળકોનું ગ્રાન્ડ પેરેન્ટ્સ સાથેનું કનેક્શન બંને માટે ખૂબ જ ફાયદાકારક હોય છે

પહેલાના સમયમાં મોટાભાગના લોકો પોતાના માતા-પિતા સાથે જ રહેતા હતા જેનાથી બાળકોને દાદા-દાદી બધાનો લાડ પ્યાર મળતો હતો. પરંતુ આજના સમયમાં કામ અથવા તો કોઇ કારણથી લોકો અલગ રહેવા લાગ્યા છે. દાદા-દાદી અથવા તો નાના-નાની સાથે વિતાવેલી ક્ષણો બાળકો અને ગ્રાન્ડ પેરેન્ટ્સ બંને માટે ખૂબ જ આનંદમય અને યાદગાર હોય છે. જ્યારે બાળક પોતાના દાદા-દાદી અથવા નાના-નાનીને મળે છે ત્યારે ખુશીથી જુમી ઉઠે છે, તેવી જ રીતે દાદા-દાદીને પણ એક અલગ પ્રકારની ખુશી મળે છે. એકસાથે સમય પસાર કરવાથી માત્ર દાદા-દાદીને જ નહીં પરંતુ બાળકોને પણ કેટલાય ફાયદાઓ થાય છે તો જાણો તેના વિશે.. 


સમયની સાથે વડીલોમાં ભૂલવાની સમસ્યા ઉભી થાય છે. ઑસ્ટ્રેલિયામાં કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર, જે લોકો પોતાના ગ્રાન્ડ કિડ્સની સાથે ઓછામાં ઓછા અઠવાડિયામાં એકવાર સમય વિતાવે છે તેમની યાદશક્તિ વધારે મજબૂત રહે છે, કારણ કે તેઓ બાળકો સાથે પસાર કરેલા સમયમાં બાળકો દ્વારા તેમને પૂછવામાં આવેલા પ્રશ્નોને યાદ કરવાનો પ્રયાસ કરે છે. વડીલોમાં અલઝાઇમરનું જોખમ ઓછુ થઇ જાય છે. ત્યારે એકબીજા રિસર્ચ અનુસાર પૌત્ર-પૌત્રી સાથે આનંદની ક્ષણો વીતાવનાર લોકો એકલા રહેતાં વૃદ્ધોની સરખામણીમાં લાંબું અને સ્વસ્થ જીવન જીવે છે. 


આજના સમયમાં પતિ-પત્ની બંને વર્કિંગ હોય છે એવામાં બાળકો એકલતાનો અનુભવ કરે છે, જેના કારણે તેમનામાં તણાવની સમસ્યા ઉદ્દભવી શકે છે. એકલાં રહેતાં બાળકોમાં ડિપ્રેશનની સમસ્યા આજના સમયમાં ખૂબ જ વધારે જોવા મળે છે, પરંતુ જે બાળકો પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સની સાથે સમય પસાર કરે છે તેમનામાં ડિપ્રેશનની સમસ્યા ઓછી હોય છે. 


દાદા-દાદી સાથે સમય પસાર કરનાર બાળકો ભાવાત્મક રીતે વધું મજબૂત હોય છે. આ બાળકો આત્મવિશ્વાસથી ભરપૂર હોય છે. દાદા-દાદી સાથે સમય પસાર કરનાર બાળક અન્ય બાળકોની સરખામણીમાં વધારે સમજદાર હોય છે. આ બાળકોનો શાળામાં પણ વર્તન ઘણું સારું હોય છે.