બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

સુપરસ્ટાર સલમાન ખાનને એરપોર્ટના ગેટ પર રોકનાર CISF ના ઓફિસરને ઈમાનદારીનું મળ્યું મોટું ઇનામ

થોડા દિવસો પહેલા જ એક સમાચાર વાયરલ થયા હતા કે, સલમાન ખાનને એરપોર્ટ પર રોકનારા CISF ના અધિકારી સામે સખ્ત પગલાં લેવાયા છે. પરંતુ વાસ્તવમાં કંઈક અલગ જ થયું છે. આ અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ ફરજ દરમિયાન તેની કામગીરીને બિરદાવવામાં આવી છે. તેની સાથે તાજેતરમાં મીડિયામાં વાયરલ થયેલા સમાચારને ખોટા ગણાવતાં CISF દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. 

CISF દ્વારા ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું છે કે, ‘આ ટ્વિટની વિગતો ખોટી અને તથ્યો વગરની છે. વાસ્તવમાં અહીં જે ઓફિસરની વાત છે તેને ફરજ દરમિયાન પ્રોફેશનલ વલણ રાખવા બદલ યોગ્ય ઈનામ અપાયું છે." CISF દ્વારા કરવામાં આવેલું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યું છે અને લોકો દ્વારા વિવિધ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. 

નોંધનીય છે કે,  20 ઓગસ્ટના રોજ સલમાન ખાન વહેલી સવારના મુંબઈ એરપોર્ટ આવી પહોંચ્યા હતા.  'ટાઈગર 3' ના શૂટિંગ માટે સલમાન-કેટરિના રશિયા જવા માટે રવાના થયા હતા. તે સમયનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં સલમાન સિંધા અંદર ઘૂસવા જઈ રહ્યા હતા ત્યારે ફરજ પર હાજર રહેલા CISF ઓફિસર દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને ઈશારો કરીને પહેલા સિક્યુરિટી ચેકપોઈન્ટ પરથી ક્લિયરન્સ લેવાનું કહેવામાં આવ્યું હતું.

જ્યારે CISF ઓફિસરની આ કામગીરીની સોશિયલ મીડિયા પર ભારે પ્રશંસા કરવામાં આવી હતી. સલમાનના સ્ટારડમથી અંજાયા વગર ઓફિસર દ્વારા ડ્યૂટી કરતાં લોકોએ તેમને સલામ કર્યું હતું. એવામાં મીડિયામાં સમાચાર સામે આવા લાગ્યા હતા કે, CISF ઓફિસરનો ફોન જપ્ત કરી લેવાયો છે જેના કારણે આ અંગે મીડિયા સાથે તે કોઈ વાત કરી શકે નહીં. 

આ દરમિયાન સલમાન ખાને હાલ તો રશિયામાં શૂટિંગ શરૂ કરી નાખ્યું છે. સેટ પરથી તેના લૂકની ઘણી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે. કેટરિના કૈફે પણ રશિયાથી કેટલીક સુંદર તસ્વીરો શેર કરી છે જે ખૂબ વાયરલ થઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, સલમાન ખાનનો ભત્રીજો નિર્વાન ખાન પણ આ ફિલ્મથી જોડાયેલો છે. તેમ છતાં તે ફિલ્મી પડદે દેખાશે કે, ઓફ-કેમેરા તેની ચોક્કસ વિગતો હજુ જાણવા મળી નથી.