This browser does not support the video element.
સિવિલમાં કોરોનાનાં ઘટતા કેસોને લઈને ડો. પ્રભાકરની પ્રતિક્રિયા, જાણો શુ કહ્યું...
સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી સિવિલમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જેને લઈને સિવિલ ઓ.એસ.ડી. ડૉ. એમ.એમ.પ્રભાકરે આ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે શરૂઆતમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ પ્રસર્યો તેમજ ત્યારબાદ ધીમે ધીમે ભારતમાં પણ કોરોનાનાં કેસ આવવા લાગ્યા સાથે જ રાજ્યમાં પણ કોરોના વાયરસના કેસોની શરૂઆત થઈ શરૂઆતમાં અમદાવાદમાં કોરોના વાયરસના ખુબજ વધારે પ્રમાણમાં કેસ હતા ત્યારે અમદાવાદની V.S અને સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવામાં આવતી હતી ત્યારબાદ કેસ વધતા 1200 બેડની પથારી ખૂટતા કિડની, કેન્સર તેમજ કાર્ડિયોલોજીમાં પણ કોવિડ કેરની શરૂઆત કરવામાં આવી
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, આજે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 230 પેશન્ટ દાખલ છે.