બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

CM વિજય રૂપાણીએ પોતાના નિવાસ સ્થાને ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન કર્યું...

આજના દિવસે સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવતી હોય છે અને ગણપતિ દાદા નું પૂજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના મહામારીના કારણે ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવી નથી. આ વર્ષે ગણેશ ચતુર્થીના પાવન અવસરે સૌ ભાવિ ભક્તો પોતાના ઘરમાં રહીને જ ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ઘરમાં જ ગણપતિની સ્થાપના કરી પૂજન અર્ચન કાર્ય હતા.



મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે.આ વર્ષે મુખ્યમંત્રી વિજય રુપાણીએ  પોતાના સીએમ નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિતે ટ્રી પ્લાન્ટ ગણપતિનું સ્થાપન કર્યું હતું. પ્રવર્તમાન પરિસ્થિતીમાં ગણેશજીની આરાધના માટે માટીના ગણપતિમાં વૃક્ષનું બીજ વાવી “ Plan a plant with Ganesh “ ગણેશ મૂર્તિનું સ્થાપન ઘરમાં જ કરવા તેમજ પર્યાવરણનું રક્ષણ કરવા મોટા પ્રમાણમાં વૃક્ષો વાવવા અપીલ કરી હતી.



ઉલ્લેખનીય છે કે, ગણેશ ચતુર્થીનો આ ઉત્સવ ગુજરાતમાં ઉમંગ ઉલ્લાસ થી સૌ મનાવે છે, જેમાં ખાસ કરીને વડોદરા,સુરત, વલસાડ વગેરે સ્થળોએ ધામ ધુમ પૂર્વક વિઘ્ન હર્તા ગણેશજી નો ઉત્સવ મોટા પાયે ઉજવાય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ને કારણે સાર્વજનિક ગણેશ ઉત્સવ ને બદલે લોકો સ્વયંભૂ પોતાના ઘર માં રહીને જ આ દુંદાળા દેવ ની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રીએ સૌને અપીલ પણ કરી હતી.