બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World ANI BBC Others

શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના ઇ-નિર્માણ પોર્ટલ-મોબાઇલ એપનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોન્ચીંગ કરાયું

અસંગઠિત ક્ષેત્ર-અનઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના શ્રમિકો, બાંધકામ શ્રમિકોની ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશનનું લોન્ચિંગ કર્યું હતું. રાજ્યના શ્રમ રોજગાર વિભાગ દ્વારા 2015ના વર્ષથી અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી યુ-વિન કાર્ડ આપવાની યોજનામાં 9.20 લાખ અસંગઠિત કામદારો નોંધાયા છે. યુ-વિન કાર્ડ ધરાવનારા આ અસંગઠિત કામદારોને પણ અગાઉ લાભ મેળવતા આ ક્ષેત્રના કામદારોને મળે છે તેમ જ મા અમૃતમ, અકસ્માત વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના લાભ મળી શકશે. મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી બોર્ડ તથા કોમન સર્વિસ સેન્ટર વચ્ચે તેમજ શ્રમ નિયામક અને કોમન સર્વિસ સેન્ટરના સી.ઈ.ઓ. વચ્ચે આ ઓનલાઈન નોંધણીમાં સહયોગ અંગેના એમ.ઓ.યુ.નું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા, શ્રમ નિયામક શ્રી આલોક પાંડે, બાંધકામ બોર્ડના સચિવશ્રી બી.એમ પ્રજાપતિ, ગુજરાત ઇન્ફો પેટ્રો.લીના સી.ઇ.ઓ. શ્રી મહેશભાઇ ગોહિલ, કોમન સર્વિસ સેન્ટરના સી.ઇ.ઓ.શ્રી રાકેશ કુમાર તેમજ શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ અને પદાધિકારીઓ તથા જિલ્લા કક્ષાએ શ્રમ અધીકારીઓ કલેકટરો વિડીયો લીન્કથી ઉપસ્થિત રહ્યા હતા.