મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સાયન્સ સીટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ સાયન્સ સીટી ખાતે એક્વેટિક-રોબોટિક ગેલેરી અને નેચર પાર્કની મુલાકાત લીધી અને નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, અમદાવાદ સાયન્સ સીટી માં રૂ. ૨૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનારી એક્વેટિક ગેલેરી દેશ અને રાજ્યના મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
આ એક્વેટિક ગેલેરીમાં દુનિયાના વિવિધ મહાસાગરો, ઝોનમાંથી વિશિષ્ટ પ્રકારની માછલીઓ અને વિવિધ પ્રજાતિની માછલીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ એક્વેટિક ગેલેરી નું આવનારા દિવસોમાં ઉદઘાટન કરાવી રાજ્ય અને દેશના નાગરિકો માટે સમર્પિત કરવામાં આવશે.
સાયન્સ સિટીના અદ્યતન પ્રકલ્પોના માધ્યમથી રાજ્યના બાળકો વિજ્ઞાનની દુનિયામાં ગળાડૂબ બને તે માટે રાજ્ય સરકારે પ્રયાસો હાથ ધર્યાં છે.