બધા ટ્રેન્ડીંગ ટ્રાવેલ મ્યુઝિક સ્પોર્ટ્સ ફેશન વાઈલ્ડ લાઈફ નેચર હેલ્થ ફૂડ ટેક્નોલોજી લાઈફ સ્ટાઈલ પીપલ બીઝનેસ ઓટોમોબાઈલ મેડિકલ મનોરંજન ઇતિહાસ રાજકારણ ઢોલીવૂડ World Aggregator ANI BBC

સ્વાસ્થ્ય મંત્રાલયે CoWIN એપ લોન્ચ કરી,કોરોના વેક્સીન લગાવવા માટે આ એપ પર કરવાનું રહેશે રજિસ્ટ્રેશન, જાણી લો સમગ્ર પ્રોસેસ

વર્ષ 2021માં કોરોના મહામારીથી છૂટકારો મેળવવા વેક્સિન પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. કોવિડ વેક્સિનની ગુડ ન્યુઝ સાથે થઈ છે. કોવિશીલ્ડ અને કોવેક્સિન નામની વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. વેક્સિન લોકો સુધી પહોંચે તે માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા CoWIN એપ લોન્ચ કરવામાં આવી છે.
શું છે CoWIN એપ?
Co-WIN (COVID-19 Vaccine Intelligence Network), eVIN (Electronic Vaccine Intelligence Network)નું અપગ્રેડેડ વર્ઝન છે અને તેને પ્લે સ્ટોર પર ફ્રીમાં આપવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે સરકાર 3 પ્રકારમાં વેક્સિન  આપશે. 
CoWIN એપને ગૂગલ પ્લે સ્ટોરની મદદથી ફ્રીમાં ડાઉનલોડ  કરી શકાય છે. હાલમાં આ એપને લોન્ચ કરવામાં આવી નથી. 
CoWIN એપ પર રજિસ્ટ્રેશનની પ્રોસેસ
  • કોવિનની ઓફિશિયલ વેબસાઈટ પર સેલ્ફ રજિસ્ટ્રેશન માટે ફોટો અને આઈડીની જરૂર પડશે.
  • 1) વોટર આઈડી 2 ) આધાર કાર્ડ 3 ) ડ્રાઈવિંગ લાયસન્સ 4 ) પાસપોર્ટ અને પેન્શન ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી શકાશે.
  • મોબાઈલ નંબર સબમિટ કરાવાનો રહેશે.
  • SMSનાં માધ્યમથી વેક્સિનેશનની ડેટ, ટાઈમ અને જગ્યાની માહિતી જાણ કરવામાં આવશે. 

આ એપથી વેક્સિનેશન પ્રોસેસ એડિમિનિસ્ટ્રેટિવ એક્ટિવિટીઝ, વેક્સિનેશન કર્મીઓ અને એ તમામ લોકો માટે એક પ્લેટફોર્મ પર કામ કરશે જેનું વેક્સિનેશન થવાનું છે. તેમાં પ્રશાસનિક મોડ્યુલ, રજિસ્ટ્રેશન મોડ્યુલ, વેક્સિનેશન મોડ્યુલ, લાભાન્વિત સ્વીકૃતિ મોડ્યુલ અને રિપોર્ટ મોડ્યુલ એમ કુલ 5 મોડ્યુલ સામેલ છે.

સરકારી યોજના અને અગત્યના સમાચાર માટે:-  અહી ક્લિક કરો